સારવાર માટે રૂપિયા નહોતા તો માતાપિતાએ 12 વર્ષના દીકરાને ગીરવે મુકવો પડ્યો- જાણો કયાની છે ઘટના

હાલમાં અરવલ્લી જિલ્લામાં 12 વર્ષના બાળકને સાત હજાર રૂપિયામાં ગીરવે મૂકવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મોડાસાની અગમ સંસ્થા અને ટાસ્કફોર્સ દ્વારા 12 વર્ષના બાળકનું રેસ્ક્યુ…

હાલમાં અરવલ્લી જિલ્લામાં 12 વર્ષના બાળકને સાત હજાર રૂપિયામાં ગીરવે મૂકવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મોડાસાની અગમ સંસ્થા અને ટાસ્કફોર્સ દ્વારા 12 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગરીબ પરિવારના માતા-પિતાએ માત્ર સાત હાજરમાં બાળકને ગીરવે મૂકી દઈને બીમારીનો ઈલાજ કરાવવા પ્રયાસ કર્યો હતો. અરવલ્લી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને સુરક્ષા અધિકરી દ્વારા બાળકનો સુરિક્ષત રીતે કબજો મેળવી બાળકને હિંમતનગર ચાઈલ્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યું હતું. જેમાં હવે 15 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગરીબ પરિવારના એક દંપતીને ત્રણ બાળકો છે. જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. આ ગરીબ દંપતી દિવસ દરમિયાન મજૂરી કરી ગુજરાન ચલાવતું હતું. આ માટે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જવાનું થતું હતું. આ દરમિયાન આ દંપતીમાંથી માતાને વાલ્વની બીમારી હોવાનું સામે આવ્યું છે. જેથી તેની સારવાર માટે રૂપિયાની જરૂર પડે તેમ હતી. આ દરમિયાન તેઓ મોડાસાના ખંભીસર ગામના માલધારી રાણાભાઇ વાલાભાઇ ભરવાડના સંપર્કમાં આવ્યા હતા. જે ઘેટાં બકરા ચરાવીને ખુદ પોતાની રોજગારી મેળવે છે.

ત્યારે ગરીબ દંપતીને રૂપિયાની જરૂર હતી અને ત્રણ બાળકોમાંથી મોટા 12 વર્ષના બાળકને માલધારીને ત્યાં મૂકે છે. જેમાંથી તેઓ સાત હજારથી 10 હજાર સુધીની રકમ મેળવે છે. સમગ્ર મામલે ટાસ્ક ફોર્સના સદસ્યને માહિતી મળે છે અને તેઓ અગમ સંસ્થાના હેતલબેન રાઠોડનો સંપર્ક કરે છે. એક 12 વર્ષના બાળક પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે તેવી વિગતોના આધારે નજર રાખવામાં આવી હતી.

ત્યારબાદ ગઈ ચાર માર્ચના રોજ બાળકનું રેસ્ક્યુ ખંભીસર ગામેથી કરવામાં આવ્યું હતું. જેને પહેલા હેતલબેન રાઠોડ દ્વારા જમવાથી લઇ કપડાં સુધીની મદદ આપવામાં આવી હતી. બાળકને અરવલ્લી બાદ સુરક્ષા કચેરી ખાતે રજુ કરી સમગ્ર વિગતો મેળવવામાં આવી હતી. જેમાં બાળકને ગીરવે મુકવામાં આવ્યો હોવાના પુરાવા પ્રાપ્ત થયા હતા.

સંવદેનશીલ કહેવાય તેવી આ ઘટના અંગે જિલ્લા કલેકટર, એસપી સજાગ હતા. ત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આગળ બાળકના પરિવાર અને ગીરવે લેનાર બંને રજુ કરવામાં આવ્યા હતા અને બાળક પરિવારને પરત નહિ સોંપવાનો નિર્ણંય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઓરંગાબાદકરની અધ્યક્ષતાવાળી બેઠક બાદ શ્રમિક રેસ્ક્યુ તથા રિહેબિલિટેશન ટાસ્કફોર્સ અને અન્ય સંસ્થાઓની બેઠકો પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ કલેકટર અને પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના આસિસ્ટન્ટ લેબર કમિશનર દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને બાળકનું નિવેદન લઈને બાળક ગીરવે લેનાર આરોપી રાણાભાઇ વાલાભાઇ ભરવાડ જે ખંભીસર ખાતે રહે છે તેની સામે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજૂરી બાળમજૂરી કરાવતા હોવાનું પ્રસ્થાપિત થતા તેમના વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમિક અધિનિયમ, 1986 અન્વયે ફોજદારી કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ મથક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર ઘટના જાણીને લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો. સાત હજારમાં 12 વર્ષના બાળકને ગીરવે મૂકી દેવાનો નિર્ણંય કરનાર માં-બાપ સામે ફિટકાર જોવા મળતો હતો. જાણવા મળ્યું છે કે, માતાએ પોતે બાળકને વેચ્યું નહિ હોવાની બાબતનું સતત રટણ કરવામાં આવ્યું હતું અને ખુદને વાલ્વની બીમારી હોવાથી બાળકને ત્યાં મૂક્યું હતું અને ઉધાર રૂપિયા લીધા હતા. આ નિવેદનના આધારે દંપતિની મજબૂરી છતી થતી હોય તેવું જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *