શિયાળાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, ફેબ્રુઆરી નહી પરંતુ એપ્રિલ સુધી પડશે ઠંડી

ગુજરાત ભરમાં શિયાળાની જમાવટ થવી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. આગામી બે ત્રણ દિવસમાં રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળશે. તેવી…

ગુજરાત ભરમાં શિયાળાની જમાવટ થવી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. આગામી બે ત્રણ દિવસમાં રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળશે. તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

અત્યારે બેઋતુનો અુભવ થઈ રહ્યો છે. જેને પગલે અનેક લોકો ગળામાં દુઃખાવો અને માથુ પકડાવાની ફરિયાદ કરી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં આખરે શિયાળાની શરૃઆત થતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રવિવારે વહેલી સવારથી છેક બપોર સુધી ઠંડી અનુભવાઈ હતી અને સાંજના છ વાગ્યા પહેલાં તો દિવસ પણ આથમી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સાંજના સાત વાગે એટલે તો સન્નાટો છવાઈ જાય છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતાં રવી પાકને ફાયદો થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ મોટા પ્રમાણમાં ખેડૂતો ઘઉંની વાવણી કરી રહ્યા છે. રાજ્યભરમાં સારા વરસાદ બાદ હવે શિયાળો પણ તેટલી જ જમાવટ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે તામિલનાડુમા વરસાદને પગલે થોડું વેધર ડિસ્ટર્બન્સ અનુભવાઈ રહ્યું હતું. પણ તેનો હવે અંત આવ્યો છે. શિયાળાની વિધિવટ રીતે શરૂઆત થઈ ચૂકી છે. જો સ્વેટર ન કાઢ્યા હોય તો તૈયાર રાખો કારણકે આગામી બે ત્રણ દિવસમાં જ તમને ઠંડીનો મળી જશે પરચો.

રાજ્યમાં ધીરે-ધીરે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર ભારતમાં 25 થી 26 નવેમ્બર સુધી હિમવર્ષાની આગાહીને પગલે 28મી નવેમ્બરના મધ્ય ગુજરાત અને દ. ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે અને આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે તેમજ ઠંડી પણ જોર પડવાની છે. આ વર્ષે શિયાળો ફેબ્રુઆરીને બદલે માર્ચ-એપ્રિલ સુધી લંબાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું છે જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળશે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા 4-5 ડિસ્ટબન્સ આવતા પહાડો પર હિમવર્ષા થઈ શકે છે. જેથી મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હિમાલયમાં આગામી તા. 25-26 સુધી સતત હિમવર્ષા જોવા મળે તેવી શક્યત છે. જેને લઈને આગામી 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆર મહિનામાં અતિશય ઠંડી પડે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *