આજથી ઠંડીનો નવો રાઉન્ડ થશે શરૂ? નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુ શહેર, જાણો હવામાન વિભાગેની શું કરી આગાહી

Meteorological Department Forecast: ગુજરામાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે(Meteorological Department Forecast) આગામી પાંચ દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી અને વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે.

લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકએ માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહિ થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે.

ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું. મુખ્યત્વે રાજ્યમાં નલિયા શહેર સૌથી ઠંડુ રહેતું હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે અમદાવાદ અને નલિયાનું તાપમાન સમાન નોંધાયું હતું. તદુપરાંત પવનની ગતિ વિશે જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પવનનીગતિ ઉત્તર-ઉત્તર પશ્ચિમી રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-ઉત્તર પૂર્વ તરફથી પવનની ગતિ રહેશે.

29થી સાત ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડી પડશે
હવામાન નિષ્ણાતએ જણાવ્યુ હતુ કે, હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઇ વધારો થવાનો નથી. હાલ પવન અંગેની કોઇ ચેતવણી આપવામાં નથી. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, 29 જાન્યુઆરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29થી સાત ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રો થીજવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોય શકે છે

હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ/બરફ પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30-31 જાન્યુઆરીએ કાશ્મીરમાં અને 31 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ/બરફ પડવાની શક્યતા છે. 31 જાન્યુઆરી અને બીજી ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને મધ્ય પ્રદેશના મેદાનોના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 6-9 ડિગ્રી વચ્ચે હતું. જ્યારે રાજસ્થાનના ઘણા ભાગોમાં તાપમાન 8-10 ડિગ્રી વચ્ચે છે.