આખી સરકારનું રાજીનામું: ફક્ત મુખ્યમંત્રી નહિ પરંતુ તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામાં- હવે બનશે નવી સરકાર

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપી દીધું છે. ત્યારે એવું લાગતું હતું કે માત્ર તેમણે એકે જ રાજીનામું આપ્યું છે. પરંતુ બાદમાં…

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપી દીધું છે. ત્યારે એવું લાગતું હતું કે માત્ર તેમણે એકે જ રાજીનામું આપ્યું છે. પરંતુ બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર વિજય રૂપાણીએ CM પદેથી રાજીનામું નથી આપ્યું પરંતુ સાથે સાથે વિજય રૂપાણીના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે અને તમામ રાજીનામાંને રાજ્યપાલે સ્વીકાર પણ કરી દીધો છે. જેનો મતલબ એ થાય છે કે આખે આખી રૂપાણી સરકારે જ રાજીનામું આપી દીધું છે એટલે હવે આગામી સમયમાં નવા મુખ્યમંત્રીની સાથે સાથે નવા મંત્રીઓ પણ જોવા મળશે.

વિજય રૂપાણી અને તેમના મંત્રીઓએ રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું ત્યારે તેની સાથે સાથે વિનંતી પણ કરી છે કે જેમાં આગામી સમયમાં નવા મુખ્યમંત્રી અને મંત્રીઓ ન બને ત્યાં સુધી હાલના મુખ્યમંત્રી અને મંત્રીઓ હોદ્દા પર ચાલુ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. નવી સરકાર ન બને ત્યાં સુધી હાલનું જ માળખું કાર્યકારી સરકાર તરીકે શરુ રહેશે.

આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઈ છે કે, આખે આખી ભાજપ સરકારે રાજીનામું ધરી દેતા આગળના સમયમાં કંઈક મોટી અને મહત્વની જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે. નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી તેના કરતા પણ વધારે આ સ્ટ્રેટજી વિધાનસભા ચૂંટણી માટે હોઈ શકે તેના પર વધારે અટકળો ચાલી રહી છે. આજે જ્યારે અમિત શાહની હાજરીમાં મોવડીમંડળની બેઠક મળશે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં હજુ કેટલા મોટા ફેરફાર થઇ શકે છે.

જોવા જઈએ તો ત્યારે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાં હાલમાં પ્રદેશ પ્રમુખ આર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોણ ગુજરાતના મુખ્યમત્રી તરીકેની ખુરશી સંભાળશે. આજે નક્કી થઇ જશે જે ગુજરાતના હુક્ક્મનો એક્કો કોણ હશે તે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *