Ahmedabad Bullet Train: અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલવે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. જે કામગીરી (Ahmedabad Bullet Train) અનુસંધાને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ ત્રણ માસ સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવશે. આ કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક સાઇડનો રોડ ચાલુ છે તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.
કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App