હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતના આણંદમાં પોલીસ કર્મીને આપ્યું દર્દનાક મોત – છેલ્લા ૨૪ કલાકમાં ત્રીજી ઘટના

દેશમાં 24 કલાકમાં ત્રણ પોલીસકર્મીઓને ટ્રક-ડમ્પરે કચડી નાખ્યા હતા. ગુજરાતના આણંદ (Anand, Gujarat) જીલ્લા માંથી તાજો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ કર્મચારીને ટ્રકે કચડી નાખ્યા હતા. પોલીસે કાર સહિત ડ્રાઈવરને ઝડપી લીધો છે. આ પહેલા હરિયાણામાં ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ અને ઝારખંડમાં મહિલા પોલીસ એસઆઈ સંધ્યાની પણ આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાતના આણંદમાં મંગળવાર-બુધવારની વચ્ચે રાત્રે ટ્રાફિક પોલીસકર્મી કિરણસિંહને એક ટ્રકે કચડી નાખ્યા હતા. માહિતી મળતાં જ ઈજાગ્રસ્ત અધિકારીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જો કે, તે અકસ્માત હતો કે ઇરાદાપૂર્વકની હત્યા? પોલીસ હજુ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસે કાર કબજે કરી લીધી છે. સાથે જ આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પહેલા ઝારખંડના રાંચીમાં બુધવારે સવારે 3 વાગે મહિલા પોલીસ એસઆઈ સંધ્યાનું પીકઅપ વાન સાથે અથડાવાને કારણે મોત થયું હતું. રાંચીના એસએસપીએ જણાવ્યું કે પશુઓની તસ્કરીની માહિતી પર રાત્રે વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન જ્યારે પોલીસ ટીમે એક પીકઅપ વાનને રોકવાનું કહ્યું ત્યારે ડ્રાઈવરે વાહનની સ્પીડ વધારીને મહિલા પોલીસ અધિકારીને કચડી નાખી. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે કાર સહિત એક આરોપીની ધરપકડ કરી છે.

બીજી તરફ હરિયાણાના નૂહ જિલ્લામાં મંગળવારે બપોરે તવાદ ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈની કચડીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ પંચગાંવ ટેકરી વિસ્તારમાં પથ્થરની ગેરકાયદેસર ખનન રોકવા ગયા હતા. દસ્તાવેજો તપાસવા માટે, ડીએસપીએ ડમ્પર-ટ્રકને રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ ડ્રાઇવરે સ્પીડ વધારી તેમને કચડી નાખ્યા હતા. પોલીસે જણાવ્યું કે જવાનને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *