ઇસુદાન ગઢવીની ભાજપ સરકારને ચીમકી, કહ્યું બેફામ ફિ વધારો પાછો ખેંચવામાં આવે નહિતર…

ગુજરાત(Gujarat): રાજ્યની 182 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી(AAP) દ્વારા પરિવર્તન યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે-ગામડે જઈને…

ગુજરાત(Gujarat): રાજ્યની 182 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી(AAP) દ્વારા પરિવર્તન યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે-ગામડે જઈને દિલ્હી મોડેલનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડી રહ્યા છે. પરિવર્તન યાત્રા(Parivartan Yatra)ને મળી રહેલા સમર્થનને જોતા વિપક્ષી પાર્ટીઓની ઊંઘ હરામ થઇ ગઈ છે. હાલમાં તો AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ લોકો વચ્ચે જઈને લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓને સાંભળી રહ્યા છે અને દાવાઓ કરી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો લોકોને પડી રહેલી સમસ્યાઓને જેમ બને તેમ જલ્દી હલ આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

ખાનગી શાળાના બેફામ ફિ વધારાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)ના ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ સરકારે ફરી વાલીઓને લુંટવા માટે ખાનગી શાળાઓના સંચાલકોને પરવાનો આપી દીધો છે. ખાનગી શાળાના સંચાલકોએ ફરીથી ફિ વધારો માગ્યો અને ગુજરાતની ભાજપ સરકારે ચુંટણી ફંડ લઈને દબાઈ ગયું હોય તેવી રીતે ખાનગી શાળાઓને ફિમાં વધારો કરવાની મંજુરી આપી દીધી.

વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, આજે મોંઘવારીને કારણે પેટ્રોલ-ડીઝલનો આસમાને ભાવ પહોચી ગયો છે. સામાન્ય અને મધ્યમ વર્ગ જીવી નથી શકતો, સરકારી શાળાઓ સારી છે નહિ જેને કારણે વાલીઓને મજબુરીએ ખાનગી શાળાઓમાં ભણાવવું પડે છે ત્યારે ખાનગી શાળાની ફિ પહેલેથી જ વધારે છે તેમ છતાં પણ ભાજપ સરકારે વાલીઓને લુંટવાનો પરવાનો આપીને વાલીઓ સાથે દ્રોહ કર્યો છે. હાલમાં ભાજપ સરકારે 7 % જેટલો ફિ વધારો કરવાની મંજુરી ખાનગી શાળાને કરવા માટે આપી દીધી છે. આ મોંઘવારીના મારમાં કેવી રીતે ગુજરાતના વાલીઓ મોંઘવારી ટકી શકશે?

વધુ ઉમેરતા કહ્યું છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને સ્પષ્ટ પણે ના કહી દેવામાં આવ્યું કે, કોઈ પણ પ્રકારની ફિ વધારવાની નથી. ઇસુદાને કહ્યું હતું કે, હું ગુજરાતની આમ જનતા અને વાલીઓને કહું છું કે, કોઈ પ્રકારની ખોટી વાતોમાં અને ભાજપના ભ્રમમાં અને તાયફોમાં આવતા નહી. વધુમાં કહ્યું છે કે, આગામી સમયમાં જો ફિ વધારાને મંજુરી આપવામાં આવી છે, તે પાછી લેવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ફરજીયાત પણે આંદોલન કરવાની ફરજ પડશે અને આ આંદોલન દરમિયાન કોઈ પણ સ્થિતિ બગડશે અને કાયદો વ્યવસ્થા કથળશે તો તેની જવાબદારી ભાજપ સરકારની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *