અમદાવાદમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત- ટેમ્પો સહિત એક સાથે ચાર વાહનોને લીધા અડફેટે, 2 લોકો…

Published on Trishul News at 11:57 AM, Thu, 17 August 2023

Last modified on August 17th, 2023 at 11:58 AM

AHMEDABAD: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાં પણ વધુ એક અકસ્માત(ACCIDENT IN AHMEDABAD)ની ઘટના બની છે. અમદાવાદના ટાઇટેનિક સીટી નજીક બેફામ કાર ચાલકે ટેમ્પો, એક કાર અને બે રીક્ષાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત તથા તેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં આનંદ નગર પોલીસ અને ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલ શ્યામલ ચાર રસ્તા થી પ્રહલાદ નગર તરફ જવાના રસ્તા પર ટાઇટેનિયમ સિટી નજીક ગઈ કાલે મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયાબાદ કાર ચાલક ગભરાઈ ગયો હતો અને બ્રેક મારવાની બદલે દબાવી દેતા અન્ય એક કાર અને બે રીક્ષાને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

મોડી રાતે અકસ્માત સર્જાતાંની સાથે જ ઘટના સ્થળે જમા થઈ ગયા હતા. ત્યાં હજાર લોકોમાંથી કોઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં માહિતી મળતાની સાથે જ આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બેફામ આવેલી કારે બે રીક્ષા, એક ટેમ્પો અને એક ગાડી સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપી કારચાલકની અટકાયત કરી હતી. હાલમાં અકસ્માતની ઘટનાને પગલે આનંદનગર પોલીસ અને N ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Be the first to comment on "અમદાવાદમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત- ટેમ્પો સહિત એક સાથે ચાર વાહનોને લીધા અડફેટે, 2 લોકો…"

Leave a comment

Your email address will not be published.


*