Meri Mati Mera Desh: અંકલેશ્વરના કોસમડી ગામમાં ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમની કરવામાં આવી ઊજવણી

Published on Trishul News at 6:48 PM, Thu, 10 August 2023

Last modified on August 10th, 2023 at 6:56 PM

Meri Mati Mera Desh Campaign: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગઈ કાલથી ‘મેરી માટી-મેરા દેશ(Meri Mati Mera Desh)’ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. 30મી ઓગસ્ટ સુધી તમામ પંચાયતો અને બ્લોક સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમનું સમાપ દિલ્હીના કર્તવ્ય પથ પર કરાશે. દેશભરની પંચાયતોની માટી સાથે દિલ્હીના કર્તવ્ય પથ પર ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે. તે સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનાર નાયકોને સમર્પિત ‘ આઝાદી કા અમૃત મહોત્સવ મેમોરિયલ’ હશે.

આ દરમ્યાન અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉપસ્થિતિમાં ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ શિલાફલકમના લોકાર્પણ સાથે થયો હતો. ત્યારે કોસમડી ગ્રામજનોએ વીરોને અંજલી આપી તેમના બલિદાન તથા ઉપસ્થિતિમાં કોસમડી તળાવ ખાતે દેશસેવાને યાદ કર્યા હતા.

આ સાથે “માટીને નમન,વીરોને વંદન” થી જ અમૃતવાટીકામાં વસુધા ચંદન અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પર્વની ઉજવણી કરવામાં આવી કરવામાં આવી હતી, તાલુકા વિકાસ અધિકારી સહિત અમૃતકળશમાં ગામની માટીને કોસમડીના ગ્રામજનો દ્રારા એકત્ર કરવામાં આવી હતી.

આ શિલાફલકમનું અનાવરણ કરી અને ઉપરાંત ભારતીય આર્મીમાં ફરજ દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા, ગામના યુવા કાસમ એહમદ દુવાડિયા વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ તેમજ દેશ ની સેવા કરનારા, તાલુકા પંચાયતના સભ્યોને શાલ ઓઢાડી સન્માન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયતના સભ્ય ચીમન વસાવા, મયુરીબેન બારોટ, સરપંચ અજિત વસાવા નિવૃત BSFના કાસમ અહેમદ ડુવાડીયા ઇન્ડિયન નેવીના રોહિદ પ્રસાદ, તલાટી મંત્રી કીર્તિ દેસાઈ શહીદ શિક્ષકદણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આ અભિયાનમાં ગામડાઓમાં તળાવોના જતનના હેતુથી તેના કિનારે દેશ અને કર્તવ્ય માટે બલિદાન આપનાર શહીદોના નામ પર સ્મારકો પણ બનાવવામાં આવશે.

PM મોદીએ તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ અભિયાનની જાહેરાત કરી હતી. સાંસ્કૃતિક મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન અમૃત કલશ યાત્રા પણ કાઢવામાં આવશે. આ અંતર્ગત દેશના ખૂણેખૂણેથી લાવેલી માટીથી દિલ્હીમાં ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે. આ અમૃત વાટિકા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે.

Be the first to comment on "Meri Mati Mera Desh: અંકલેશ્વરના કોસમડી ગામમાં ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમની કરવામાં આવી ઊજવણી"

Leave a comment

Your email address will not be published.


*