હવે કોઈપણ કાશ્મીર ની ગોરી ગોરી છોકરીઓ સાથે કરી શકશે લગન: બીજેપી ધારાસભ્ય

પોતાના વિવાદિત નિવેદનોને લઈને હંમેશા મીડિયામાં રહેનાર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય વિક્રમ સિંહ  ફરી વખત એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપી ધારાસભ્ય વિક્રમસિંહની એ કલમ370 મોદી સરકારના નિર્ણયનું સ્વાગત કરતા વિવાદિત નિવેદન આપ્યું.

ભાજપી ધારાસભ્ય વિક્રમસિંહ એ કહ્યું કે દેશના મુસલમાનો એ ખુશ થવું જોઈએ કારણ કે હવે કોઇપણ પ્રકારના ડર વગર ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે ભાજપાના કુંવારા નેતા પણ હવે કાશ્મીર જઈ ત્યાં પ્લોટ ખરીદી શકશે અને લગ્ન કરી શકશે. વિક્રમસિંહની ના આ નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વિક્રમસિંહ કહેતા નજર આવે છે કે કાર્ય કરતા હોય તો ખુશ થવું જોઈએ જે કુંવારા છે તેમની શાદી ત્યાં જ કરાવી દઈશું. શું વાંધો છે?
પહેલા ત્યાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવતો હતો ત્યાં ની છોકરી લોકોએ ઉત્તર પ્રદેશના છોકરા સાથે લગ્ન કરી લે તો તેની નાગરિકતા પૂરી થઈ જાય છે.


ભારતની નાગરિકતા અલગ અને કાશ્મીરની નાગરિકતા અલગ એટલે કે એક દેશ અને બે વિધાન જેવું થયું પણ હવે એવું નહીં થાય. અને જે મુસ્લિમ કાર્યકર્તા અહિયાં છે તેમને ખુશી થવી જોઈએ લગ્ન ત્યાં કરોને કાશ્મીરી ગોરી છોકરીઓ સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *