પાંચ વર્ષે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા PM એ પત્રકારોને પણ “મનની વાત” જ કહી- પત્રકારોના જવાબ આપવાથી બચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. ખુદ અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. ખુદ અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં હાજર હોવું અમારા માટે ‘આશ્ચર્ય અને આનંદ’ની વાત છે. રવિવારે 19મી મેના દિવસે મતદાન થશે, તે પહેલાં 17મી મેના સાંજે ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થશે, જેની ગણતરીની મિનિટોની પહેલાં શાહ-મોદીએ આ પત્રકાર પરિષદ સંબોધી હતી.

મોદીની પત્રકાર પરિષદ પૂર્વે શાહે ભાજપના ચૂંટણી અભિયાનની વિગતો આપી હતી. અમિત શાહે દાવો કર્યો હતો કે તેમણે 161 જનસભા અને 18 રોડ શો કર્યા છે અને કુલ એક લાખ 58 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 86 અને યોગી આદિત્યનાથે 91 સભાઓ સંબોધી હોવાનું શાહે જણાવ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે 300થી વધુ બેઠક ઉપર ભાજપ વિજેતા થશે અને એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકાર બનશે.

મોદીએ કહ્યું હતું કે ‘તેઓ મીડિયા તથા તેના માધ્યમથી દેશની જનતાનો આભાર માને છે.’

શાહે દાવો કર્યો, “વર્ષ 2014થી જ અમે 50 ટકાના વિજય માટે લડાઈ લડી છે. ગત વખતે અમને 17 કરોડ મત મળ્યા હતા, જ્યારે આ વખતે કેન્દ્રીય યોજનાના લગભગ 22 કરોડ લાભાર્થી સુધી પહોંચી શક્યા છીએ.”

શાહે વિવાદાસ્પદ નિવેદન કરનારા નેતાઓ અંગે ‘ખેદ’ વ્યક્ત કર્યો હતો અને બંધારણીય વ્યવસ્થા મુજબ તેમને નોટિસ ફટકારાઈ હોવાની વાત કરી હતી.

અમિત શાહે કહ્યું હતું કે બે વર્ષ દરમિયાન ભાજપના 80 કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામ્યા છે, તે અંગે મમતા બેનરજીએ જવાબ આપવો રહ્યો. .

અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં હાજર હોવું અમારા માટે ‘આશ્ચર્ય અને આનંદ’ની વાત છે.

રવિવારે 19મી મેના દિવસે મતદાન થશે, તે પહેલાં 17મી મેના સાંજે ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થશે, જેની ગણતરીની મિનિટોની પહેલાં શાહ-મોદીએ આ પત્રકાર પરિષદ સંબોધી હતી.

મોદીની પત્રકાર પરિષદ પૂર્વે શાહે ભાજપના ચૂંટણી અભિયાનની વિગતો આપી હતી. અમિત શાહે દાવો કર્યો હતો કે તેમણે 161 જનસભા અને 18 રોડ શો કર્યા છે અને કુલ એક લાખ 58 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 86 અને યોગી આદિત્યનાથે 91 સભાઓ સંબોધી હોવાનું શાહે જણાવ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે 300થી વધુ બેઠક ઉપર ભાજપ વિજેતા થશે અને એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકાર બનશે.

મોદીએ કહ્યું હતું કે ‘તેઓ મીડિયા તથા તેના માધ્યમથી દેશની જનતાનો આભાર માને છે.’

શાહે દાવો કર્યો, “વર્ષ 2014થી જ અમે 50 ટકાના વિજય માટે લડાઈ લડી છે. ગત વખતે અમને 17 કરોડ મત મળ્યા હતા, જ્યારે આ વખતે લગભગ કેન્દ્રીય યોજનાના 22 કરોડ લાભાર્થી સુધી પહોંચી શક્યા છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *