મહિલાઓ પોતાને સુંદર બનાવી રાખવા પાર્લરમાં ઘણા રૂપિયા ખર્ચ કરતી હોય છે. જે મહિલાઓ આ પાર્લરનાં ખર્ચને પહોચી ન વળતી હોય તેના માટે ઘરમાં જ પાર્લર જેવો લુક તૈયાર કરતો એક ઉપાય સામે આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીનકાળથી હળદળને અલગ-અલગ દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પેઢી દર પેઢી હળદળનો ઉપયોગ દવા તરીકે વધી રહ્યો છે. તેના આ ગુણનાં કારણે ફેસ પેક, ફેસ વૉશ અને ક્રીમમાં હળદળનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘણી મહિલાઓ સુંદર અને નેચરલ દેખાવ માટે મુલ્તાની માટી સાથે હળદળને ભેળવી ચહેરા પર લગાવતી હોય છે. આજની દરેક મહિલા ઇચ્છે છે કે તેનો ચહેરો સાફ અને સુંદર દેખાય જે કરવા માટે તે પાર્લરમાં કલાકો સુધી સમય બગાડવાની સાથે પૈસા પણ ખર્ચ કરતી હોય છે. પરંતુ આ સુંદરતા તમને ઘરે બેઠા મળી જાય તો? શું તમે જાણો છો કે હળદળથી તમે ઘરે બેઠા ગોલ્ડ ફેશિયલ તૈયાર કરી શકો છો?
ઘરે બેઠા ફેસ માસ્ક બનાવવા માટેની રીત:
ફેસ માસ્ક બનાવવા માટે અડધી ચમચી બેસન લો, જેમાં હળદળ, મધ અને થોડુ દૂધ ભેળવો. આ બધી ચીજોને બરાબર ભેળવી લો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવીને 15 મીનીટ માટે રહેવા દો. 15 મીનીટ બાદ તેને નોર્મલ પાણીથી સાફ કરી લો. નોર્મલ પાણીથી સાફ કર્યા બાદ ચહેરા પર ટોનર લગાવો, ત્યાર બાદ તમે જે મોઇસ્ચ્યુરાઇજર કે ક્રીમનો ઉપયોગ કરો છો તેને લગાવો. જો કે આ ફેશિયલ કર્યા બાદ બહાર તડકામાં ફરવાથી તેનું રિએક્શન આવવાની સંભાવના વધારે હોય છે. આ ફેશિયલનો ઉપયોગ રાત્રે કરવો વધુ ગુણકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.