ગુજરાત પોલીસે ખેડૂતોને આપી મોટી રાહત- હવે કામકાજ માટે બહાર જશો તો નહી રોકે પોલીસ

કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં લોકોના કામ-ધંધા બંધ થઇ ગયા છે. એવામાં ખેડૂતોને પોલીસ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. આજરોજ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, લોકડાઉનનો અંતિમ તબક્કો છે. જેમાં કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર સહિતની દુકાનો સહિતની જગ્યાઓ છૂટછાટ આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તમામ લોકો પર ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. જે સમયગાળામાં છૂટછાટ આપેલ છે તેનું પાલન કરવું. અમદાવાદમાં સવારે 10-3 વાગ્યા સુધી જ છૂટ આપવામાં આવેલ છે. જેથી આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. ખાસ કરીને સાંજે 7-સવારના 7 વાગ્યા સુધી તમામ વેચાણ બંધ રાખવામાં આવેલ છે.

વધુમાં શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં તમામ સ્થળે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃતિઓને છૂટછાટ આપવામાં આવેલ છે અને ખેતી માટેની પ્રવૃતિ કરતાં લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં. અને વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને છૂટછાટ આપવામાં આવી છે તે વિસ્તારમાં કામ કરતાં લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં. તેઓએ લોકોને અપીલ પણ કરી છે કે કોઈ પણ વ્યકિતએ છૂટછાટનો દૂરઉપયોગ કરવો નહિં.

રાજયમાં ચાલી રહેલ મહામારી સામે લડવા અનેક લોકો સેવા આપી રહ્યા છે. સરકારી કર્મચારીઓ, ડોક્ટરો, નર્સ, રેવન્યુ કર્મચારી, સફાઈ કર્મી, પોલીસ સહિતના લોકો કોરોનાની સામે લડી રહ્યા છે. તેઓનું સમાજમાં સન્માન જળવાઈ જરૂરી છે. લોકોને અપીલ છે કે તેઓનું માન ન જળવાઈ તેવું કામ ન કરવું. સુરતમાં એક નર્સ સાથે ગેરવર્તન કરવામાં આવેલ, જેમાં લિંબાયત પોલીસમાં ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ સામે આવો કોઈ બનાવ ચલાવી લેવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં ડિટેઈન કરેલ વાહનોમાંથી અત્યાર સુધી કુલ 2 લાખ 47 હજારથી પણ વધારે વાહનો મુક્ત કરવામાં આવેલ છે. અને સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે કુલ 726 ગુનામાં 1004 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા ડ્રોનથી કુલ 13 હજાર 235 ગુના દાખલ કરી 23 હજારથી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવીના આધારે કુલ 3504 ગુના નોંધી 4650 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા મામલે કુલ 771 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે. અને કુલ 810 ગુનાઓમાં 1666 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો ખાસ પ્રકારના વાહનો ઉપયોગથી કુલ 7388 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *