અહિયાં માત્ર 194 રૂપિયામાં જ મળી રહ્યા છે LPG ગેસ સીલીન્ડર – જાણો જલ્દી…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે તમામ લોકોને મોંઘવારી સામનો કરવાનો વારો આવ્યો છે. આની સાથે જ LPG ગેસ સીલીન્ડરનાં ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા ચા ત્યારે આપની માટે એક આનંદનાં સમાચાર લઈને આવ્યા છીએ કે, જેનાથી આપને ખુબ લાભ થશે.

રસોઈ ગેસના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતો LPG ગેસ સિલિન્ડર હવે 694ને બદલે તમે માત્ર 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કંપની Paytm ગ્રાહકોને માટે એક શાનદાર ઓફર લાવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે કુલ 500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. તો જાણો કઈ રીતે મળશે ફાયદો ?

Paytm આપી રહ્યું છે કેશબેકની સુવિધા :
મળી રહેલ જાણકારી પ્રમાણે Paytm એપ્લીકેશનથી LPG સિલિન્ડર બુક કરાવવાથી તમને કુલ 500 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આની માટે તમારે આ એપ્લીકેશનને ડાઉનલોડ કરવાની રહેશે.

આ રીતે મળશે ફાયદો :
કેશબેકનો લાભ ઉઠાવવા માટે સૌપ્રથમ Recharge & Pay Billsના વિકલ્પ પર જઈને અહીં Book a cylinder પર ક્લિક કરો. અહીં તમને ગેસ કંપનીના વિકલ્પ મળશે. પેમેન્ટ કરતાં પહેલાં ઓફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.

પહેલીવાર બુકિંગ કરાવતાં થશે ફાયદો :
અહીં ઉલ્લેખનીય છે કે, Paytm એપ્લીકેશન પરથી સૌપ્રથમ વખત ગેસ સિલિન્ડર બુક કરાવતાં કુલ 500 રૂપિયાનું કેશબેક મળશે. તમારે ગેસ બુકિંગ માટે કુલ 694 રૂપિયા આપવાના રહેશે તેમજ કંપની તમને 500 રૂપિયાનું કેશબેક આપશે. જે તમારા PAYTM ખાતામાં પરત આવશે એટલે કે તમને સિલિન્ડર માત્ર 194 રૂપિયામાં મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *