દેશમાં ફેલાયેલી કોરોનાવાયરસ મહામારી સામે લડવા માટે તમામ લોકો એક થઇ ગયા છે. તમામ લોકો પોતાની ક્ષમતા અનુસાર કોરોનાવાયરસ લડાઈ લડવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.આ કડીમાં લખનઉના કેજીએમયુ અને અબ્દુલ કલામ ટેકનીકલ યુનિવર્સિટીએ મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે.જેનાથી ફક્ત છાતીના એક્સ-રે જોઇને માલુમ કરી શકાય છે કે દર્દી કોરોના સંક્રમિત છે કે નહીં.
ઉત્તર પ્રદેશના સૌથી મોટા હોસ્પિટલ કેજીએમયુ પ્રદેશના તમામ જીલ્લામાંથી કોરોના દર્દીઓના છાતીના એક્સ-રે મંગાવી તેના પર કામ શરૂ કરી દીધું છે. જે ટૂંક સમયમાં ક્લિનિકલ ટ્રાયલમાં જશે. લખનઉના કેજીએમયુના સ્ટાફે એક પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે ચીન અને અમેરિકા બાદ કેજીએમયુ ટૂંક સમયમાં એક્સ-રે જોઈ દર્દીઓની ઓળખ કરશે. એક્સરે ફક્ત કોરોના દર્દીઓની ઓળખ નહીં કરે પરંતુ ફેફસાઓમાં સંક્રમણ છે કે નહીં એ વાતની ખબર પડશે, આ ઉપરાંત દર્દી ક્યારે અને કેટલા સમયમાં સાજો થઈ શકશે તેની પણ જાણકારી મળી શકશે.
જણાવી દઈએ કે જ્યારે ચીનમાં રેપિડ ટેસ્ટ ઓછા થઈ ગયા હતા, તો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની આ રીત સારી સાબિત થઇ હતી.આ મોડલમાં કોરોના દર્દીઓની ઓળખ કરવાનું કામ અમેરિકા, બ્રિટન, ચીન અને કેટલાક અન્ય દેશો પણ કરી રહ્યા છે. હવે ટૂંક સમયમાં ભારતના કેજીએમયુ હોસ્પિટલમાં આ શરૂ થવા જઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news