હવે કળિયુગે ગાયમાં પણ પ્રવેશ કર્યો, ખાઈ ગઈ જીવતો મરઘો જુઓ વિડિયોમાં…

Cow Viral Video: આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે હવે કળિયુગ તેની ચરમસીમાએ આવી ગયો છે કારણ કે માણસની અંદર માણસાઈ પૂરી થઈ ગઈ છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જનાવરોની અંદર પણ ભાવનાઓ આ કળયુગને લીધે નષ્ટ થઈ રહી છે. કદાચ આ યુગનો અસર ફક્ત માણસો ઉપર જ નહીં પરંતુ જનાવરો ઉપર પણ પડી રહ્યો છે. આજકાલ એક વિડિયો વાયરલ (Cow Viral Video) થઈ રહ્યો છે જેમાં એક ગૌશાળામાં ગાય જીવતી મરઘી ખાઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. આ વીડિયો જોઈ લોકોનું કહેવું છે કે ગોર કર્યું આવી ચૂક્યો છે. જે કોઈપણ આ વિડીયો જોઈ રહ્યું છે તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

આ વીડિયોને એક Instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે ક્યાંનો છે તે તો જાણકારી નથી મળી રહી પરંતુ આ વિડિયો ચોકાવનારો છે. કારણ કે ગાય જેવુ શાકાહારી પશુ જીવતી મરઘી ખાતી દેખાઈ રહી છે. આ વીડિયોને ઘણી બધી ન્યુઝ ચેનલો એ પણ ચલાવ્યો છે. વિડિયો એકદમ સાચો લાગી રહ્યો છે, પરંતુ આ કોઈ પ્રકારનું સેટઅપ છે કે નહીં તે દાવા સાથે કહી શકાતું નથી. ઘણી વખત લોકો વાયરલ થવાના ઉદ્દેશ્યથી આવા ખોટા વિડીયો પણ બનાવે છે. ત્રિશુલ ન્યુઝ આ વિડીયો સાચો હોવાની પુષ્ટિ નથી કરતું

ગાય ખાઈ ગઈ મરઘી
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગૌશાળામાં ગાયને બાંધેલી છે. તેની આસપાસ ઘણી મરજીઓ આંટા ફેરા કરી રહી છે. તેમાંથી એક મરઘીને ગાયે પોતાના મો વડે પકડી લીધો છે. ગાય એ મરઘીના મોઢાની જકડી રાખ્યું છે અને ચાવી રહી છે. લોકોનું કહેવું છે કે આ મરઘી મરી ચૂકી છે અને તેના પગ પણ હલી રહ્યા નથી. આ વીડિયોને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ઘણા લોકોનું કહેવું છે કે મરઘીને ગાયના મોઢા સાથે બાંધી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shahbaz Ahsan (@imshahbazahsan)

લોકોએ વિડીયો પર આપી પ્રતિક્રિયાઓ
આ વીડિયોને અલગ અલગ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે મરઘીને ગાયના મોઢા સાથે બાંધી દીધી છે, જ્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે ગાય ખૂબ ભૂખી હશે. એક યુઝરે કહ્યું કે આ વિડીયો ખોટો લાગી રહ્યો છે કારણ કે જો આવું સાચું હોત તો ગાયના મોઢામાં લોહી જરૂર દેખાય.