કર્મચારીઓને બલ્લે બલ્લે: હવે બેંકમાં માત્ર 5 દિવસ જ થશે કામ! કેન્દ્ર સરકાર લઈ શકે નિર્ણય

5 Days working in Bank: બેન્ક કર્મચારીઓની લાંબા સમયની હતી કે તેમને અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરવું પડે જેથી શનિવારે અને રવિવારે રજા મળી શકે છે. દેશમાં ઘણી પ્રાઇવેટ કંપની છે કે જ્યાં 2 દિવસ માટે વિકલી ઓફ આપવામાં આવે છે. ત્યાં અઠવાડિયામાં (5 Days working in Bank) માત્ર 5 દિવસ જ કામ કરવાનું હોય છે. હવેથી આવું બેંકમાં પણ થઈ શકે છે. આ બદલાવ સરકારી અને પ્રાઇવેટ બંને બેન્કોમાં જોવા મળી શકે છે. આની પાછળનું કારણ ભારતીય બેંક પરિસંઘ (IBA) અને બેંક કર્મચારીઓની યુનિયનો વચ્ચે આ માંગને લઈને સંમતિ બની છે.

નિયમ લાગુ કરતા પહેલા ભારતીય રિઝર્વ બેંકની રજા લેવી જરૂરી
હવે આ નિર્ણય પર માત્ર સરકારની છેલ્લી મંજૂરી બાકી છે. જો બધુ જ યોજના અનુસાર રહ્યું તો આ વર્ષના અંતમાં કે આવનાર વર્ષની શરૂઆતમાં બેન્ક કર્મચારીઓને દર શનિવારે અને રવિવારે રજા મળવાની શક્યતા છે. ભારતીય બેંક પરિસંઘ અને બેંક કર્મચારીઓની યુનિયનો વચ્ચે થયેલા કરાર હેઠળ, દરેક સરકારી અને પ્રાઇવેટ બેન્કો પર આ નિયમ લાગુ પડશે. જો કે આ નિયમ લાગુ કરતા પહેલા ભારતીય રિઝર્વ બેંકની રજા લેવી જરૂરી છે કારણ કે RBI બેન્કોના કામની દેખરેખ કરે છે.

બેન્ક યુનિયન 2015થી આ માંગ કરી રહી છે
આ પગલું બેન્ક કર્મચારીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ હોઈ શકે છે, કારણ કે અત્યાર સુધી દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે રાજા મળતી હતી. બાકીના શનિવારે બેંક સામાન્ય પણે ચાલુ રહેતી. બેન્ક યુનિયન 2015થી આ માંગ કરી રહી છે કે દર શનિવારે રજા માટે અને હવે આ માંગ લગભગ પૂરી થવાની તૈયારીમાં છે.

અઠવાડિયામાં બે દિવસની રજા મળશે
જો આ માંગણીને સાકર મંજૂરી આપે છે તો બેન્કોના કામના સમયમાં પણ બદલાવ કરવામાં આવશે. વર્તમાનમાં તો બેન્કો સવારના 10થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે, પરંતુ આ નવા નિયમ હેઠળ બેન્કો સવારમાં 9:45 એ ખુલશે અને સાંજે 5:30 એ બંધ થાય છે. એટલે દરેક કર્મચારીને દરરોજ 45 મિનિટ વધારે કામ કરશે, પરંતુ અઠવાડિયામાં બે દિવસની રજા મળશે. આ બદલાવથી કર્મચારીઓને રાહત મળવાની સાથે બેન્કિંગ સેક્ટરમાં પણ કામની અસરકારકતા વધી શકે છે. કર્મચારી વધુ ઉર્જા અને મનોબળ સાથે કામ કરી શકશે, જેથી ગ્રાહકોને સારી સેવા મળશે.

સરકારની છેલ્લી મંજૂરી બાદથી આ નિયમ અમલમાં આવી શકે
2015 માં સરકાર, RBI અને IBA વચ્ચે થયેલા કરાર હેઠળ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ બેન્ક યુનિયને આ બાબત પર જોર વધાર્યું છે કે શનિવાર અને રવિવાર બંને દિવસે રજા જાહેર કરવામાં આવે. હવે આના પર લગભગ સંમતિ મળી ગઈ છે અને સરકારની છેલ્લી મંજૂરી બાદથી આ નિયમ અમલમાં આવી શકે છે.