હવે રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો, તો જાણો ક્યાં વિસ્તારમાં ખાબકશે વરસાદ- હવામાન વિભાગે કરી મોટી આગાહી

Gujarat Winter forecast NEWS: ગુજરાતમાં માવઠા પછી હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. માવઠા પછી ગુજરાત ઠંડુગાર બન્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને લીધે ગુજરાતના હવામાન(Gujarat Winter forecast) પણ અસર પડી છે અને પવનોની દિશા બદલાતા ઠંડી નહીં પણ વરસાદ જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે, જે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. તે તમિલનાડુના દરિયાકાંઠાથી નજીક પહોંચી દિશા બદલી ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે.

કાલે ટકરાશે વાવાઝોડું 
5 ડિસેમ્બરે વહેલી સવારે આંધ્રપ્રદેશ પર લેન્ડ કરે તેવી શક્યતાઓ છે. લેન્ડિંગ સમયે તેની ગતિ 95થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તેના ઝટકાના પવનોની ગતિ 110 કિલોમીટર સુધીની રહી શકે છે. જેના લીધે 6 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો 
નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનારા 24 કલાક સુધી રાજ્યના(Gujarat Winter Update) કેટલાક ભાગોમાં માવઠાના ઝાપટા જોવા મળશે.

ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગની(Gujarat Winter forecast) આગાહી અનુસાર, 4 તારીખે મોડી રાત સુધી હવામાનમાં બદલાવ જોવા મળશે. મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, વડોદરા જિલ્લા, ભરૂચમાં માવઠા જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. આ છૂટાછવાયા સામાન્ય હળવા વરસાદ છે. કોઇ ભારે વરસાદ થવાનો નથી. 5 ડિસેમ્બરથી ફરી હવામાન(Gujarat Winter forecast) ચોખ્ખુ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *