પ્રેમસબંધમાં ખેલાયો ખૂની ખેલ: પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેમીએ ચપ્પુના 10 ઘા ઝીંકી કરી હત્યા

boyfriend killed girlfriend in Rajasthan: રાજસ્થાનના જોધપુરમાંથી હચમચાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મંગળવારે સવારે મંડોર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા(boyfriend killed girlfriend in…

boyfriend killed girlfriend in Rajasthan: રાજસ્થાનના જોધપુરમાંથી હચમચાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મંગળવારે સવારે મંડોર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા(boyfriend killed girlfriend in Rajasthan) કરીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમિકા લક્ષિતા પાલી જિલ્લાના સોજાત રોડની રહેવાસી છે. જોધપુરમાં હોસ્ટેલમાં રહીને તે વકાલાતનો અભ્યાસ કરતી હતી, જ્યારે તેનો પ્રેમી હેમંત નાગૌર જિલ્લાનો રહેવાસી છે.

બંને સોમવારે રાત્રે જોધપુરના જાલોરી ગેટ સ્થિત હોટલમાં રોકાયા હતા. ત્યારે મંગળવારે સવારે પ્રેમી હેમંતનો મૃતદેહ મંડોર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી કપાયેલો મળી આવ્યો હતો. ત્યારબાદ મંડોર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા જણાવ્યું હતું કે હેમંત કાપડનો વેપારી છે.

શરીર પર છરીના નિશાન મળી આવ્યા 
સાંજે સિદ્ધિવિનાયક હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતાં જ સરદારપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે દરવાજો બંધ હતો. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે 25 વર્ષની લક્ષિતા લોહીથી લથબથ પડી હતી. તેના શરીર પર છરીના નિશાન હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. બાદમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો જે બાદ સવારે મંડોર વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતાં પ્રેમી હેમંતનું શરીર પણ બે ભાગમાં ટુકડા થઈ ગયું હતું. 

7 દિવસ પહેલા જ થઈ હતી સગાઈ
હેમંતના ખિસ્સામાં રહેલા આઈડી કાર્ડ પરથી ખબર પડી કે તે નાગૌરનો રહેવાસી છે. પ્રેમિકા લક્ષિતાની માત્ર 7 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. જોધપુરની હોસ્ટેલમાં રહીને તે વકાલાતનો અભ્યાસ કરતી હતી.પોલીસની માહિતી મુજબ હેમંત અને લક્ષિતા વચ્ચે પ્રેમસંબંધ હતો અને હેમંત અને લક્ષિતા વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. ત્યારે હાલતો પોલીસે બંનેના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *