હવે સસ્તામાં કાર ખરીદવાનું સપનું થશે સાકાર, મોદી સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

જો તમે પણ નવી કાર ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારા માટે ખુબ જ ઉપયોગી છે.એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર વાહનોના વેચાણ પર લાગેલા ટેક્સને ઓછો કરી શકે છે.વાહનો પર લાગતો GST ઓછો થવાની ખુબ જ વધારે સંભાવના છે. જેના કારણે કારના વેચાણમાં વધારો થઈ શકે છે.

ટૂંક જ સમયમાં ભારત દુનિયાનું સૌથી મોટુ ઓટોમોબાઈલ માર્કેટ બનવા જઈ રહું છે. તેમ છતાં ભારતમાં પ્રતિ 100 વ્યક્તિ પર વાહનોની સંખ્યા પશ્ચિમી દેશોના મુકાબલે ખુબ જ ઓછી છે. આર્થિક અસમાનતાના કારણે ભારતમાં ઓછા લોકો વાહન ખરીદે છે. યુરોપીય દેશોના મુકાબલે ભારતમાં માથદીઠ આવક પણ ખૂબ ઓછી છે.

ભારતમાં લોકો દ્વારા વાહન ન ખરીદવાનું સૌથી મોટુ કારણ એ છે કે તે મોંઘુ હોવું અને મોંઘવારીનું સૌથી મોટુ કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતા વસ્તુ અને સેવાઓ પરનો ટેક્સ.આપણે જણાવી દઈએ કે હાલ કેન્દ્ર સરકાર વાહનો પર 28 ટકા સુધીનો જીએસટી લગાવે છે. સાથે જ ઘણા રાજ્ય પણ અલગથી ટેક્સ વસુલે છે. જેના કારણે સામાન્ય માણસની પાસે આવતા આવતા કારની કિંમત ખૂબવધારે થઇ જાય છે.

તરૂણ બજાજે હાલમાં જ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરના એક સેમિનારમાં આ વાતની પુષ્ટિ કરી હતી કે સરકાર કાર, ગાડી, ટ્રક વગેરે વાહનો પર લાગતા ટેક્સને ઓછો કરી શકે છે. તરૂણ બજાજે આગળ જણાવ્યું કે વધતા જીએસટીના કારણે કંપની ખર્ચમાં વધારો થાય છે.જેના કારણે કારની કિંમત સામાન્ય માણસ માટે વધી જાય છે. તમને જણાવી દઈએ કે હજુ પણ વેચાણ અને નિર્માણની મામલામાં ચીન દુનિયાનું સૌથી મોટુ ઓટોમોબાઈલ માર્કેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *