Ayodhya Ram Mandir: રામનગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરીએ છે. રામ મંદિરને લઈને અયોધ્યા વિશ્વભરમાં પોતાનું ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસન અને વ્યવસાયના અન્ય માધ્યમોને જોતા ઘણી કંપનીઓની નજર અયોધ્યા પર ટકેલી છે. ખાસ કરીને હોટેલ બિઝનેસ માટે મોટી કંપનીઓ અયોધ્યા(Ayodhya Ram Mandir) તરફ આવી રહી છે.
અયોધ્યામાં હોટલ બિઝનેસમાં મોટું રોકાણ જોવા મળી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અગ્રણી હોટેલ કંપનીઓ અયોધ્યામાં તેમની શાખાઓ ખોલી રહ્યા છે. હાલમાં અયોધ્યામાં હોટલ માટે લગભગ 50 મોટા પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. ફૈઝાબાદ અને અયોધ્યામાં 100થી વધુ હોટલ છે. આવનાર દિવસોમાં દરરોજ એક લાખ લોકો અયોધ્યા પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોટી કંપનીઓની અયોધ્યામાં હોટલ બનાવવા કવાયત
અયોધ્યામાં હોટલના રૂમનું ભાડું એક લાખ રૂપિયા સુધી પહોંચી જવમાં આવ્યું છે. આ સ્થિતિમાં આવનાર દિવસોમાં હોટલ બિઝનેસમાં મોટી તેજી જોવા મળી શકે છે. હોટલ ઉપરાંત અહીં ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા અને હોમ સ્ટેની માંગ પણ ખુબ વધી રહી છે. તેને જોતા અહીં દેશની ઘણી મોટી કપનીઓ જેવી કે તાજ, ઓબેરોયથી લઈને રેડિસન સુધી હોટલ બનાવવા માટે દરેક કામ કરી રહ્યા છે.
હોટલોમાં રોકાણ કરી રહી છે આ કંપનીઓ
ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) એ અહીં પોતાના બે પ્રોજેક્ટ નક્કી કર્યા છે, જેમાં તાજ હોટેલ અને વિવાંતા જેવી મોટી કંપનીનો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય મેરિયોટ ઈન્ટરનેશનલ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, જેએલએલ ગ્રુપ અને રેડિસન પાર્ક ઈન્ક. અહીં હોટેલ સેક્ટરમાં રોકાણ કરી રહી છે. તાજ ગ્રુપ અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ બનવાનું નક્કી કર્યું છે. આમાં 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમવાળી લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.
416 કરોડના પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ
ભારતની ઘણી કંપનીઓ કરોડો રૂપિયા ખર્ચીને અહીં હોટલ બનાવી રહી છે. પાંચે ડ્રીમવર્લ્ડ એલએલપી ઓ રામા અને હોટેલ પ્રોજેક્ટના નામે 140 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ સાથે Solitaire Ayodhya 5 Star 100 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. શ્રી રામ હોટલ અયોધ્યા પર 90 કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે. વિશ્રાંતી ગઢ પર 86 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
અયોધ્યાની કઈ મોટી હોટેલો
અત્યારે સિગ્નેટ કલેક્શન હોટેલ, રામાયણ હોટેલ, નમસ્તે અયોધ્યા અને અયોધ્યા રેસિડેન્સી લક્ઝરી હોટેલ્સ છે. આ સાથે 5000 મકાનો એવા પણ છે જે હોટલમાં ફેરવાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, અયોધ્યામાં આવનારા પ્રવાસીઓની મોટી સંખ્યાને જોતા હોમ સ્ટેની માંગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં 550 હોમ સ્ટે બનાવવામાં આવી રહ્યા છે અને 4000થી વધુ હોમ સ્ટે માટે અરજીઓ મળી રહી છે. વિગતો અનુસાર, રામ મંદિર પૂર્ણ થવાથી અયોધ્યામાં પ્રવાસન 8-10 ગણું વધી જશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube