હવે બેંકની આ સર્વિસ ૨૪ કલાક માટે ખુલ્લી રેહશે- જાણો અહિયાં

એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા સોમવારથી વધુ સરળ થઈ જશે. અત્યાર સુધી ગ્રાહકોને આ સુવિધા નિશ્ચિત સમય સુધી ઉપલબ્ધ હતી, પરંતુ આરબીઆઈએ નિયમોમાં ફેરફાર કરી દીધો છે, જેના કારણે બેંક તેના ગ્રાહકોને 16મી ડિસેમ્બરથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)ની સુવિધા 24 કલાક આપી શકશે.

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના નિર્દેશ મુજબ 16મી ડિસેમ્બરથી બેંક ગ્રાહકોને કોઈપણ દિવસે કોઈપણ સમયે એનઈએફટી (નેફ્ટ) મારફત એક ખાતાથી બીજા ખાતામાં નાંણાં મોકલવાની સુવિધા આપી શકશે. એટલે કે એનઈએફટી મારફત કોઈપણ ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા વીકએન્ડ સહિત સપ્તાહના સાતેય દિવસ મળશે.

કેન્દ્રીય બેન્કે આ માટે બેંકોને જરૂરિયાત મુજબ પર્યાપ્ત રોકડ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. એનઈએફટી ટ્રાન્ઝેક્શન મારફત ગ્રાહક એક સમયમાં રૂ. 2 લાખ સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે.  15મી ડિસેમ્બર સુધી આ સુવિધા માત્ર સવારે 8.00 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી ઉપલબ્ધ હતી.

ઉપરાંત પહેલા અને ત્રીજા શનિવારે 8.00 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી જ તેનો લાભ મેળવી શકાતો હતો. તે અંગે હાલમાં જ આરબીઆઈએ નોટિફિકેશન જાહેર કર્યું હતું. આરબીઆઈએ બેન્કોને કહ્યું કે તેઓ તેમના ત્યાં સુવિધાઓ પર પણ ધ્યાન આપે, જેથી ફંડ ટ્રાન્સફરમાં ગ્રાહકોને કોઈ અડચણ ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *