કોરોનાવાયરસ ને કારણે લોકો atm જવાથી અચકાઈ રહ્યા છે.જો તમે પણ ન જવા માંગતા હોવ તો તમને એક ખાસ રીતે જણાવી રહ્યા છીએ જેનાથી તમે વગર એટીએમમાં ગયે પૈસા કાઢી શકો છો. પોઇન્ટ ઓફ સેલ મશીનો રાખનાર દુકાનદારોને પણ કહેવામાં આવ્યું છે. આ મશીન માંથી પૈસા કાઢવાની લઈને ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય રીતે પૂછવામાં આવતા સવાલોનું એક લીસ્ટ જાહેર કર્યું છે. પૈસા કાઢવા માટે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી. આવો તમને આ સુવિધા સાથે જોડાયેલા તમામ સવાલોનો જવાબ જણાવીએ છીએ.
1. પીઓએસ ટર્મિનલ થી પૈસા કાઢવા માટે કયા પ્રકારના કાર્ડનો ઉપયોગ કરી શકાય છે?
આ સુવિધા અંતર્ગત લોકો પોતાના ડેબિટ કાર્ડ દ્વારા પૈસા કાઢી શકે છે. બેન્કો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓપન સિસ્ટમ prepaid card થી પણ પૈસા કાઢી શકાય છે. જોકે આ સુવિધા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર નથી આપવામાં આવી રહી. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા પીઓએસ થી પૈસા કાઢી શકાય છે.આ ઉપરાંત પ્રધાનમંત્રી જન ધન ખાતા માંથી પણ મળનારી ઓવરડ્રાફ્ટ ફેસેલીટી થી લિન્ક ઇલેક્ટ્રોનિક કાર્ડ નો પણ ઉપયોગ આના માટે કરી શકાય છે.
2. આ સુવિધા માટે શું ચાર્જ છે?
આ ટ્રાન્ઝેક્શનની રકમના એક ટકાથી વધારે નહીં હોય.
3. શું અન્ય બેન્કો દ્વારા લગાવવામાં આવેલ પીઓએસ થી પૈસા કાઢી શકાય છે?
હા. આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમારી પાસે કયા બેન્ક નું કાર્ડ છે
4. સુવિધા અંતર્ગત શું પૈસા કાઢવાની કોઈ સીમા છે?
હા. સુવિધા અંતર્ગત શહેરમાં એક કાળ થી 2000 સુધી ની રકમ કાઢી શકાય છે.
5. શું રસીદ મળશે?
હા. દુકાનદાર મશીન દ્વારા થયેલી જનરેટ રસીદ તમને આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news