Learning License News: રાજ્ય સરકારના પરિવહન વિભાગે એક સમિતિની રચના કરી છે, લોકો ઘરે બેઠા પોતાનું લાઇસન્સ મેળવી શકે તે માટે પગલાં લેવામાં (Learning License News) આવશે, તેમને લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે ઓફિસોમાં દોડધામ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. રાજ્યમાં લર્નિંગ લાયસન્સ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ખરેખર, હવે તમારે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે દોડાદોડ કરવાની જરૂર રહેશે નહીં. મળતી માહિતી મુજબ, હવે તમે ઘરે બેઠા લાયસન્સ માટે અરજી કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. માહિતી અનુસાર, આ સમિતિ લાઇસન્સ મેળવવાની સુવિધાનો અભ્યાસ કરશે.
ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે એક સમિતિની રચના કરી છે. ખાસ કરીને ITI અને પોલિટેકનિકમાં આપવામાં આવતા લાઇસન્સ રોકવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્યમાં અરજદારો ઘરે બેઠા લાઇસન્સ મેળવી શકે છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે તમે તમારું લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે ઓફિસોમાં દોડાદોડ કરવાની ઝંઝટમાંથી મુક્ત થશો.
રાજ્ય સરકારે 8 અલગ અલગ RTO અધિકારીઓની એક સમિતિની રચના કરી છે. મહત્વનું છે કે, હાલમાં ઘરે બેઠા લાઇસન્સ મેળવવા માટે પરીક્ષણ ચાલી રહ્યું છે. આ સંદર્ભે ટૂંક સમયમાં એક સિસ્ટમ શરૂ કરવામાં આવશે, જ્યાં અરજદારો ઘરે બેઠા તેમનું લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App