મોદી સરકારે કર્મચારીઓ પર વધતી મોંઘવારીના કારણે એક નવી પહેલ શરૂ કરી છે. જે હેઠળ ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરનાર લગભગ 3 કરોડ કર્મચારીઓને મોંઘવારી વધવાના કારણે દર 6 માહિને વેતન વધારી આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર ની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ આવા કર્મચારીઓ માટે ઉપભોક્તા મુલ્ય સુચકઆંક સાથે જોડાયેલો એક નવો આધાર નક્કી કર્યો છે જેનું મોંઘવારી ભથ્થુ સુચકઆંક સાથે જોડાયેલું હશે.
2016ને આધાર વર્ષ બનાવવામાં આવ્યું
મળતી માહિતી પ્રમાણે, મુખ્ય શ્રમ અને રોજગાર સલાહકાર બી એન નંદાના નેતૃત્વમાં એક ત્રિપક્ષીય સમિતિની 27 ફેબ્રુઆરીએ એક બેઠક થઈ. આ બેઠકમાં ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કર્મચારીઓ માટે એક નવી સીરીઝના ગ્રાહક મુલ્પ સુચકઆંકને મંજૂરી આપવામાં આવી હતી. માટે 2016ને આધાર વર્ષ બનાવવામાં આવ્યું હતું. આ નિર્ણયથી દેશમાં સંગઠિત ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરના 3 કરોડ કર્મચારીઓને લાભ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.