ભારતમાં સત્તામાં બેસેલા નેતાઓ વિરુદ્ધ બોલશો તો મળે છે સજા, શિક્ષકને ગુમાવવી પડી નોકરી

ભારત પણ એક લોકશાહી દેશ છે જ્યાં આવી રીતે કોઈ સરકારી અધિકારી, નાગરિક સત્તામાં બેસનાર વિરુદ્ધ બોલી શકતો નથી. લોકશાહીના મૂલ્યોનું જતન કરનાર જ સત્તા સામે નતમસ્તક રહે છે. જેનો ભોગ લોકો બને છે. રાજદ્રોહ લગાવવો એ કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું હથિયાર બન્યું છે. સત્તા પાસે શાણપણ નકામું એ રોજબરોજ દેખાય આવે છે.

તાજેતરમાં જ મુખ્યમંત્રી રૂપાણીની બદલી થઇ શકે છે એવા આંકલન સાથે સમાચાર મુકનાર એક પત્રકારને રાજદ્રોહી બનાવીને જેલના હવાલે કરાયો હતો. બંધારણીય રીતે ભારત લોકશાહી દેશ છે. ત્યારે વિશ્વની સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકાને યાદ કરવું ઘટે. અમેરિકામાં તોફાનો ફાટયા બાદ ટ્રમ્પએ શાંતિપૂર્ણ કે હિંસક વિરોધ કરનાર પર કુતરાઓ છોડવા, હથિયારો વાપરવાની ધમકી આપીને જમીન અંદર આવેલા બંકરમાં છુપાઈ ગયો હતો. ત્યારે અમેરિકી પોલીસે ગાંધીગીરી કરીને તોફાન શાંત કરી દીધું. અને પછી હ્યુસ્ટન પોલીસ ચીફ(કમિશ્નર) એ કહ્યું: ” હું પ્રેસિડેન્ટને અમેરિકાભરના પોલીસ ચીફ વતી કહેવા માગું છું કે, તમને જો સર્જનાત્મક કામ ન આવડે તો મૂંગા રહો”

મોરબી જીલ્લાના શિક્ષકને સોશિયલ મીડિયા પર સરકાર સામે ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. સરકાર વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા કાર્યવાહી કરવામાં આવી છે અને આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હળવદના નવા ઢવાણા ગામની શાળાનો શિક્ષક હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં પોસ્ટ મુકી હતી. જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોકુફ કરી દીધા છે. જીગ્નેશ વાઢેર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સોશિયલ મીડિયામાં વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હતું. આ સાથે જ તેણે વડાપ્રધાન સામે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *