આજથી ૭૫ વર્ષ પહેલા જે બ્રહ્માસ્ત્રએ સર્જ્યો હતો વિનાશ તે શસ્ત્રનો પ્રયોગ આ દેશ કરવા જઈ રહ્યો છે

દક્ષિણ ચીન સાગરથી લઇ લદ્દાખ સુધી તણાવ વધતા દુનિયાના ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાવા લાગ્યો છે. દુનિયાના પહેલા પરમાણુ બોમ્બ પરીક્ષણના આજે 75 વર્ષ પૂરા થયા. અમેરિકન પરમાણુ પરીક્ષણના 75 વર્ષ બાદ આજે આખી દુનિયા એક વખત ફરીથી બ્રહ્માસ્ત્રને બનાવાની આંધળી દોટમાં દોડે છે. અમેરિકાએ 16મી જુલાઇ 1945ના રોજ પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાની દશા અને દિશા બદલી નાંખી.

પરમાણુ પરીક્ષણ બાદ પરમાણુ ઉર્જાથી બનેલી વીજળી જ્યા વરદાન સાબિત થઇ ત્યાં જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં લાખો લોકોને આ મહાવિનાશક હથિયારના કહેરથી પોતાના જીવ ગુમાવવા પડ્યા. ભૌતિક વિજ્ઞાની જે.રોબર્ટ આઇજનહોવરના નેતૃત્વમાં અમેરિકાએ આજથી 75 વર્ષ પહેલાં 1945માં 16મી જુલાઇના રોજ ન્યૂ મેક્સિકોના રણમાં પોતાનું પહેલું પરીક્ષણ કર્યું હતું. આ મિશનને ટ્રિનિટી નામ આપવામાં આવ્યું છે. તો પરમાણુ બોમ્બને દ ગેઝેટ નામ આપ્યું હતું.

આઇજનહોવરે ગીતા અને મહાભારતનો ઊંડો અભ્યાસ કરીને મહાભારતમાં બતાવામાં આવેલા બ્રહ્માસ્ત્રની સંહારક ક્ષમતા પર રિસર્ચ કર્યું. ત્યારબાદ તેમણે પોતાના મિશનને ટ્રિનિટી (ત્રિદેવ) નામ આપ્યુ હતું. અમેરિકાનો પહેલો પરમાણુ બોમ્બ 21 કિલોટનનો હતો જે 21000 ટીનએનટી વિસ્ફોટક બરાબર હતો. આ વિસ્ફોટ બાદ 38000 ફૂટ ઊંચા ધુમાડાના ગુબાર ઉઠ્યો હતો. આ બોમ્બને 27 મહિનાની મહેનત બાદ લોસ અલમોસની સિક્રેટ લેબમાં બનાવ્યો હતો.

પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે ચીની ડ્રેગન

દુનિયામાં સુપર પાવર બનવાની મહત્વકાંક્ષાઓ ધરાવતા ચીની ડ્રેગન હવે ખૂબ જ ઝડપથી પોતાના પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે. સિપ્રીના તાજા રિપોર્ટમાં કહ્યું કે છે ભારત અને ચીન બંનેએ ગયા વર્ષે પોતાના પરમાણુ હથિયારોનો ભંડાર વધાર્યો છે. જો કે ભારતના પરમાણુ હથિયાર ચીન કરતાં અડધાથી પણ ઓછા છે. પાકિસ્તાન હજુ પણ પરમાણુ હથિયારોના મામલામાં ભારતથી થોડું આગળ છે. તેની પાસે 160 પરમાણુ હથિયાર છે.

દુનિયાના 9 દેશોની પાસે 13 હજાર એટમ બોમ્બ

અમેરિકા, રૂસ, બ્રિટન, અને ફ્રાન્સના 1800 પરમાણુ બોમ્બ એકદમ એલર્ટ મોડમાં રાખેલા છે. જે ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. આ પરમાણુ બોમ્બ હોરોશિમા અને નાગાસાકીની તુલનામાં કયાંય વધુ ઘાતક છે. આ પરમાણુ બોમ્બ કેટલીય વખત ધરતીને નષ્ટ કરી શકે છે.

અમેરિકાના પહેલાં પરમાણુ બોમ્બના પરીક્ષણ બાદ દુનિયામાં આ મહાવિનાશક હથિયાર બનાવાની હોડ જામી. સ્થિતિ એ છે કે અમેરિકા 28 વર્ષ બાદ ફરી એકવખત પરમાણુ બોમ્બનું પરીક્ષણ શરૂ કરવા માંગે છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના તાજા રિપોર્ટ પ્રમાણે કોલ્ડ વોરના સમયના પરમાણુ બોમ્બની સંખ્યા ઓછી કર્યા બાદ પણ દુનિયામાં કુલ 9 પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રોની પાસે 13410 પરમાણુ બોમ્બ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *