દિલ્હીથી આવેલા ડોક્ટરોએ સુરતમાં કોરોના સામે લડવામાં થયેલી આ સૌથી મોટી ભૂલ દેખાડી, જેના લીધે થયું…

સુરત શહેરમાં આવેલી કેન્દ્રની ટીમમાં શામેલ એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ રેમડીસીવીર અને ટોસીલીઝુમાબની અછત અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, અનેક જગ્યાએ ઇન્જેક્શનનો બિનજરૂરી…

સુરત શહેરમાં આવેલી કેન્દ્રની ટીમમાં શામેલ એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ રેમડીસીવીર અને ટોસીલીઝુમાબની અછત અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, અનેક જગ્યાએ ઇન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ થઇ રહ્યો છે. જે દર્દીને જરૂરિયાત છે તેમને આ ઇન્જેક્શન આપવામાં આવે. બિનજરૂરી ઉપયોગથી દર્દીને નુકશાન થઈ શકે છે.

એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, અમે ચાર લોકોની ટિમ છીએ. અહીંના ડોકટરો સાથે વાતચીત કરી છે. સ્થાનિક મુદ્દાઓ માહિતી મેળવી છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં જે કામગીરી કરવામાં આવી છે. તેની સરખામણી કરીશુ અને સુધારો કરી શકાય તે અંગે ચર્ચા કરી.

પ્રાઈવેટ ડોકટર હોય કે સરકારી હોસ્પિટલના ડોક્ટર દર્દીઓની સંભાળ, પ્લાઝ્મા અને આઇસોલેશન અંગે વધુ શું કરી શકાય તે અંગે ચર્ચા કરાઇ છે. તેનાથી લાભ થશે અને કેસોને નિયંત્રણ કરી શકાય છે. હોસ્પિટલ તૈયાર છે બેડની સંખ્યામાં વધારો થતાં લાભ થશે.

પૂર્ણ તૈયારીઓ કરીએ, ટેસ્ટિંગ કરવામાં આવે તો કેસો નિયંત્રણમાં આવી શકે છે જે રીતે અમદાવાદમાં થયું છે. ઇન્જેક્શનની અછતને ધાયનમાં રાખી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જેથી લોકોને ઇન્જેક્શન મળી રહેશે.

સુરતમાં કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપ વચ્ચે એઈમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરીયાએ મોટો દાવો કર્યો છે. ડૉ.ગુલેરીયાએ દાવો કર્યો કે અમદાવાદની જેમ સુરત અને ગુજરાતમાં કોરોનાના કેસ ઘટશે. કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમે સુરત સિવિલ મુખ્ય ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તબીબોને પૂરતો આરામ ન મળતો હોવાની પણ રજૂઆત કરાઈ છે.

આજે નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઈ.સી.એમ.આર.ના ડી.જી. ડૉ. બલરામ ભાર્ગવા, એઈમ્સના ડાયરેકટર ડૉ. રણદિપ ગુલેરીયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લઈને સુરત શહેર જિલ્લાની કોરોના વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.

સુરતમાં કેન્દ્રીય તજજ્ઞ ટીમે મહેસુલ વિભાગનાઅધિક મુખ્ય સચિવ શ્રી અને કોવિડ-૧૯ ના ખાસ ફરજ પરના અધિકારી શ્રી પંકજકુમાર, આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સુરત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે અવધ યુટોપીયા ખાતે સમીક્ષા બેઠક કરી ઝીણવટપુર્વક ચર્ચા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *