ગામની સીમમાં ઝાડ પર પ્રેમી પંખીડાના મૃતદેહ લટકતી હાલતમાં મળ્‍યા- જાણો ક્યાંની છે આઘાતજનક ઘટના

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં પ્રેમી-પંખીડાએ ઝાડ ઉપર દોરડુ બાંધી લટકી ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ અંગે ગામના સરપંચે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી બંને યુવક-યુવતીની લટકતી લાશોને નીચે ઉતારી પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં રહેતાં વકતુજી ઠાકોર અને અસ્મિતા બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. જયારે પ્રેમી-પંખીડાએ ગામમાં ગુરુવારની રાત્રિના સુમારે આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. જોકે, શુક્રવારે સવારે એક બીજાના પ્રેમમાં પાગલ યુવક-યુવતી ગામના લીમડાના ઝાડ સાથે દોરડુ બાંધી અને બંને શરીરે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે .

આત્મહત્યાની ચકચારી ઘટના અંગે ગામના સરપંચે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી બંને યુવક – યુવતીની લટકતી લાશોને નીચે ઉતારી પી . એમ . માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે . જેમાં ગામના ઝાડને પ્રેમી – પંખીડાએ દોરડુ બાંધી આત્મહત્યા કરતાં પરિવારજનોમાં અનેક શંકા – કુશંકાઓ સેવાઈ રહી છે . ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા . આ અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે સરપંચે અમને જાણ કરી કે, યુવક-યુવતીની ગામના લીમડાના ઝાડ સાથે દોરડુ બાંધી અને બંને શરીરે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે . પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં લીમડાના ઝાડ સાથે દોરડુ બાંધી અને બંને શરીરે દુપટ્ટો મારીને આત્મહત્યા કરી છે કે કોઈ કે તેમની હત્યા કરી છે તે માટે પરિવારજનોમાં શંકાઓ સેવાઈ રહી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *