દિલ્હી મેટ્રોમાં યુવક-યુવતી એકબીજાને વળગી કરી અશ્લીલ હરકતો, જુઓ વિડીયો

Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રોના તમે ઘણા વિડીયો જોયા હશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી મેટ્રો રોમાન્સ અને કુસ્તીનો અડ્ડો બની ગઈ છે. ત્યાં રોજને રોજ લડાઈ ઝઘડા તેમજ અશ્લીલ હરકતોના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત લોકો તેનો વિરોધ (Delhi Metro Viral Video) પણ કરે છે પરંતુ હાલ તેનું કોઈ સમાધાન હજુ સુધી મેળવી શકાયું નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ મેટ્રોમાં ગંદી હરકતો કરી રહ્યું છે આ જોઈ એક આંટીએ કથિત રીતે આ લોકોનો એવો ઉધડો લીધો હતો કે દરેક લોકો આ આંટીના વખાણ કરી રહ્યા છે.

મેટ્રોમાં રોમાન્સ કરી રહેલ કપલને આંટીએ બરાબરના ખખડાવ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં તમે જોશો કે એક આંટી મેટ્રોમાં એક કપલને ખૂબ ખરું ખોટું સંભળાવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રેમી પંખીડા મેટ્રોમાં ખુલ્લેઆમ એકબીજાને ગળે મળી, કિસ કરી રહ્યા હતા. ત્યારબાદ લોકોને શરમ આવી પરંતુ આ કપલને કંઈ ફરક પડ્યો ન હતો.

જ્યારે કોઈને કંઈ કહેવાની હિંમત ન થઈ તો એક આંટીએ આગળ આવી, આ કપલનો બરાબરનો ક્લાસ લઈ લીધો હતો. આ અંગે કહ્યું હતું કે અહીંયા નાના નાના બાળકો છે અને તમે શું આ ગંદી હરકતો કરો છો. ત્યારબાદ છોકરો પણ આંટી સામે દલીલ કરવા લાગે છે, પરંતુ આંટીએ તેમને ખીજાઈને ચૂપ કરાવી દીધા હતા.

આન્ટીએ એક બૂમ પાડી અને ચૂપ થઈ ગયો છોકરો
વીડિયોમાં આંટી જ્યારે છોકરાને ખીજાતી હોય છે ત્યારબાદ છોકરો તરત જ કહે છે કે હું શું કરું છું? તો આંટી કહે છે કે આ ગંદી હરકત કરે છે તું. તું આ છોકરીને ગળે મળીને ક્યારેક કિસ પણ કરે છો અમે બધા આંધળા નથી. અહીંયા વૃદ્ધો અને નાના બાળકો બેઠેલા છે. ત્યારબાદ આ છોકરો ચૂપ થઈ જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

લોકોએ સલાહ આપી
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે, તો ઘણા લોકોએ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા પણ રજૂ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે આજના કેટલાક યુવાનો સંસ્કાર વગરના થઈ ગયા છે. વેસ્ટર્ન કલ્ચરની ખરાબ અસર દેખાઈ રહી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે અશ્લીલતા ફેલાવવીએ ખોટું છે અને તે પણ એક સાર્વજનિક સ્થળ પર. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આ બંનેને જેલ ભેગા કરી દેવા જોઈએ.