ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે અમદાવાદમાં હોસ્પિટલો પણ થઈ ફૂલ! ક્રિકેટ રસિયાઓએ અપનાવ્યો એવો જુગાડ કે…

India vs Pakistan: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન(India vs Pakistan) વચ્ચે આજે મેચ રમાવાની છે. બંને ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. રોહિત શર્મા આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે પાકિસ્તાની ટીમની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. મેચ આજે બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે.

કેટલાકે તો હોસ્પિટલમાં રોકાવાની વ્યવસ્થા કરી
આ શાનદાર મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં પણ જબરદસ્ત ઉસ્તાહ જોવા મળી રહ્યો છે. આ મેચને જોવા માટે અમદાવાદ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં પહોંચશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે વિદેશમાંથી પણ ઘણા દર્શકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવાના છે. આ બ્લોકબસ્ટર મેચને કારણે અમદાવાદની હોટલોના ભાડામાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે, તેથી કેટલાક દર્શકોએ હેલ્થ ચેકઅપના બહાને અમદાવાદની હોસ્પિટલોમાં રાત્રી રોકાણની વ્યવસ્થા પણ કરી લીધી છે.

હેલ્થ ચેકઅપના બહાને હોસ્પિટલમાં રોકવાની કરી વ્યવસ્થા
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. તુષાર પટેલે જણાવ્યું છે કે, ’14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની છે, હોટલોના ભાડામાં પણ અનેક ગણા વધી ગયા છે, જેના કારણે કેટલાક દર્શકોએ એક નવો વિચાર અજમાવ્યો છે. કેટલાકે હેલ્થ ચેકઅપના બહાને હોસ્પિટલમાં રોકાવાની વ્યવસ્થા કરી છે. આ તે દર્શકો છે જેઓ સવારે અમદાવાદ આવશે, હોસ્પિટલમાં તેમનું હેલ્થ ચેકઅપ કરાવશે અને બપોરે મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી જશે. મેચ પૂરી થયા બાદ તેઓે રાત્રે હોસ્પિટલમાં જ રોકાશે.’

આવું કરવું યોગ્ય નથીઃ ડૉ. ભરત ગઢવી
દર્શકોને હેલ્થ ચેકઅપના બહાને હોસ્પિટલોમાં રાતવાસો કરવાની ફરજ પડી હોવાના સમાચાર સામે આવ્યા પછી અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ.ભરત ગઢવીનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું કે મેચ જોવા આવતા દર્શકો માટે કોઈપણ હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા કરવી યોગ્ય નથી. હોસ્પિટલ દર્દીઓ અને દર્દીઓની સારવાર માટે છે.

અનેક જાણીતી હસ્તીઓ રહેશે હાજર
અમદાવાદમાં યોજાનારી આ શાનદાર મેચ જોવા માટે અનેક જાણીતી હસ્તીઓ પણ સ્ટેડિયમ જોવા મળશે. જેમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર, આદર પૂનાવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ સવારે 10 વાગ્યાથી દર્શકો માટે ખોલવામાં આવશે. બપોરે 12:30 કલાકે મેદાનમાં મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 12.30 વાગ્યે ગ્રાઉન્ડમાં આયોજિત મનોરંજન કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં હાજર 1.30 લાખ દર્શકો અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનના સંગીત પર ડાન્સ કરતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *