આતુરતાનો આવ્યો અંત! MS ધોનીએ ફાઈનલ બાદ નિવૃત્તિને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન

Published on: 12:02 pm, Tue, 30 May 23

MS Dhoni Retirement News: ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર IPL ચેમ્પીયન બન્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે વરસાદ-વિક્ષેપ છતાં ચાલુ સિઝનના ટાઈટલ મુકાબલામાં ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ (CSK vs GT IPL 2023 Final)ને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ચેન્નાઈએ IPLનું પાંચમું ટાઈટલ કબજે કર્યું. આ સાથે ટીમે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની ટ્રોફીની બરાબરી કરી લીધી છે. આ મેચ બાદ ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ (MS Dhoni) નિવૃત્તિ (MS Dhoni Retirement News) પર મોટું નિવેદન આપીને અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. આવો જાણીએ ધોનીએ નિવૃત્તિ વિશે શું કહ્યું…

ગુજરાત સામેની રોમાંચક જીત બાદ એમએસ ધોનીએ તેની IPL નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. ધોનીએ કહ્યું કે પ્રશંસકોનો પ્રેમ જોઈને તે તેમને ગિફ્ટ આપવા માટે આગામી સિઝનમાં ફરી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. જે રીતે પ્રેક્ષકોએ દરેક ગ્રાઉન્ડ પર તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો તે જોતાં તેની શક્યતા વધુ પ્રબળ લાગી રહી છે.

ગુજરાત સામેની જીત બાદ જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેની છેલ્લી સિઝન છે તો તેણે કહ્યું કે, “સંજોગોને જોતા, મારા માટે સંન્યાસ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.” મારા માટે તે કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કર્યા પછી પાછા આવવું અને વધુ એક સિઝન રમવી મુશ્કેલ છે.તેણે કહ્યું, ‘શરીરે ટેકો આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.

ધોનીએ વધુમાં જણાવતા કહ્યું, ‘આ મારી કારકિર્દીનો અંતિમ તબક્કો છે. અહીંથી શરૂઆત થઈ હતી અને આખું સ્ટેડિયમ મારા નામના નારા લગાવી રહ્યું હતું. ચેન્નાઈમાં પણ આવું થયું, પરંતુ હું પાછો આવીશ અને મારાથી બને એટલું રમીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "આતુરતાનો આવ્યો અંત! MS ધોનીએ ફાઈનલ બાદ નિવૃત્તિને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન"

Leave a comment

Your email address will not be published.


*