ઓડિશાના કે.બી.કે. પ્રદેશને ભારતનો સૌથી ગરીબ પ્રદેશ માનવામાં આવે છે. આ પ્રદેશ નો મૃત્યુ દર સૌથી વધુ છે અને અહીંના લોકો ગરીબી,ખરાબ સ્વાસ્થ્ય થી પીડાઈ રહ્યા છે. તેમજ અહીં ગટર, શિક્ષા, રોજગારી, પોષણયુક્ત આહાર વગેરે ની ઉણપ છે.
ડો.ચિતરંજન જેના એ આ લોકોની હાલત જોઈ અને આ ઘટના તેના મગજ પર ઊંડી છાપ છોડી ગઈ. તેમણે 2007માં પોતાના ક્ષેત્રમાં સ્વસ્થ સુવિધાઓની કમીને કારણે આદિવાસી લોકોની હાલત જોઈએ. તેમણે આ લોકો ના સ્વાસ્થ્ય માટે કંઈક કરવાનું વિચાર્યું. કે.બી.કે. પ્રદેશમાં કોરાપુટ જિલ્લો સૌથી અવિકસિત ગણાય છે. પરંતુ ડોક્ટર ચિત્ર તેના પાછલા બે વર્ષથી અહીં ખૂબ જ મહેનત કરી રહ્યા છે. જિલ્લાના દૂરના ગામડાઓને પણ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે ડોક્ટર ચિતરંજન જેના અને તેમની ટીમ દર અઠવાડિયે ઘણા કિલોમીટર સુધી પગપાળા ચાલીને તપાસ કરે છે.
પોતાના કામ વિશે ત્રિશુલ ન્યુઝ ની ટીમ સાથે વાતચીત કરતાં ડોક્ટર ચિતરંજન કહે છે કે,” કોરાપુટ જિલ્લામાં આદિવાસી લોકો દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. પોતાના કોલેજના દિવસોમાં મેં કરેલ ઘણા બધા ઉપચારોની ઘટનાઓ મને યાદ આવે છે, જ્યારે આદિવાસી લોકો પોતાની પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવ માં મરી ગયા હતા. આ ઉપરાંત તેઓમાં દૈનિક જીવનમાં સ્વચ્છતા રાખવાના મહત્વની સમજણ ની કમી છે, જેને કારણે તેઓ બીમારી પ્રતિ વધુ સંવેદનશીલ બને છે.”
કોરાપુટ જિલ્લા ની ઘાટીઓમાં હજારો આદિવાસીઓ નિવાસ કરે છે. આ વિસ્તારમાં માનવ વિકાસ આંક ખૂબ જ ઓછો છે. આમ છતાં આ વિપરીત પરિસ્થિતિમાં પણ ડોક્ટર જેના દરેક આદિવાસીને ચિકિત્સાને સુવિધા મળી રહે તે માટે અથાક મહેનત કરી રહ્યા છે. તેમણે એક ‘ગાવ કો ચલા સમિતિ’ પણ બનાવી છે જેનો અર્થ ‘ગામ તરફ ચાલવું’ તેવો થાય છે. તેમની સાથે જ સમાન વ્યવસાયમાં કામ કરતાં અનેક ડોક્ટરો પણ જોડાયા. તેઓ માને છે કે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી એ ભગવાનની સેવા કર્યા બરાબર છે.
તેમના કાર્યના પરિણામ સ્વરૂપ અનેક ગ્રામીણો ના જીવનમાં સકારાત્મક બદલાવ દેખાઈ રહ્યા છે અને તેમને બધી જગ્યાએથી પ્રશંસા પણ મળી છે. આ ઉપરાંત તેઓએ ‘સ્વાસ્થ સહાયક બહીની’ નામની સમિતિ પણ શરૂ કરી છે. આ સમિતિ આદિવાસી લોકોને ચિકિત્સા ની બધી સુવિધાઓ પૂરી પાડે છે કે જે ભૂતકાળમાં તેમને નહોતી મળતી. ડોક્ટર જેના ના કહેવા અનુસાર આ દિવસે લોકો સામે ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દા છે જે કેવલ કેન્દ્ર અને રાજ્ય સરકાર જ હલ કરી શકે છે.
ડોક્ટર ચિતરંજન જેના એ ત્રિશુલ ન્યૂઝને જણાવ્યું કે,” તેમણે કહ્યું કે અત્યારે તો અમારા માટે સૌથી મોટી સમસ્યા આંતરિક ગામમાં રસ્તાઓની કમી છે. જો સરકાર આ ક્ષેત્રોમાં કનેક્ટિવિટી માટે વધારે સારું કામ કરે તો અમે આપાતકાલિન સ્થિતિમાં એમ્બ્યુલન્સ પણ પ્રદાન કરી શકીએ. ભાષા અલગ હોવાને કારણે આદિવાસી લોકો સાથે જોડાણ મુશ્કેલ બની જાય છે. અમે આ જિલ્લામાં ત્યાં સુધી કામ કરીશું કે જ્યાં સુધી આ જિલ્લાને અન્ય જિલ્લા સામે ઉદાહરણ સ્વરૂપે સ્થાપિત ન કરીએ.”
આજના દરેક યુવાને ડૉ જેના પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આજનો યુવાન ફક્ત પૈસા કમાવવા માટે ડોક્ટર બનવા ઈચ્છે છે. તેમણે ડોક્ટર જેના પાસેથી સેવાભાવ ની શીખ લેવી જોઈએ. આ રીતે સેવા કરવાથી આપણા દેશ અને સમાજના નીચલા દરજ્જાના લોકોને આગળ લાવી શકીશું.