પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્ટરવ્યુમાં પાછું એક ગપ્પુ મારી દીધું

Published on: 12:23 pm, Mon, 13 May 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ન્યુઝ નેશન’ નામની ચેનલ પર આપેલું ઇન્ટરવ્યૂ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન વાદળો ને લઈને કરેલ કમેન્ટ પણ ખૂબ જ વાયરલ થયું અને ચર્ચામાં આવ્યું. હવે પીએમ મોદીનો હજ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે 1987-88 માં તેઓએ ડિજિટલ કેમેરા નો ઉપયોગ કર્યો હતો અને ઈ-મેલ દ્વારા ફોટો મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો પર બોલિવૂડ એક્ટર તેમજ લોકસભાના બેંગ્લોરના ઉમેદવાર પ્રકાશ રાજે પણ એક ટ્વિટ કરી નાખ્યું. પ્રકાશ રાજ નું પણ આ ટ્વિટ પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આ ટ્વિટમાં બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજ પીએમ મોદીને ઈન્ટરવ્યુ વિશે લખે છે કે : ‘ અમને લોકોને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી આવું 1990ના દસકામાં થયું હતું… પરંતુ આપણાં ચોકીદાર પાસે ડિજિટલ કેમેરો અને ઇમેલ ની જાણકારી 1980ના દાયકામાં જ હતી… ખરેખર તો તેઓ તે સમયે જંગલમાં હતા… મહાભારત વાંચતાં હતા… વાદળોથી ઘેરાયેલા હતા… ઉલ્લુ બનાવવાની પણ હદ હોય છે… ભાઈ.’ આ રીતે પ્રકાશ રાજે પીએમ મોદીના ઈન્ટરવ્યુ પર નિશાનો સાધ્યો.

સાઉથની ફિલ્મ તેમજ બોલિવૂડની ફિલ્મોમાં અભિનય કરતાં પ્રકાશ રાજ બેંગ્લોર સેન્ટ્રલ લોકસભા સીટ થી નિષ્પક્ષ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમનો સામનો, પોતાના ભાષણને કારણે ચર્ચામાં આવેલ બીજેપીના યુવા નેતા તેજસ્વી સૂર્ય સાથે છે.