જ્યાં લગ્નગીતો સાંભળવાના હતા ત્યાં સંભળાયા મરશીયા- બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના કરુણ મોત, 8 ઈજાગ્રસ્ત

Road Accident In Odisha:ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.કાલે સાંજે ઓડિશાના ગંજમ જિલ્લામાં બે બસો વચ્ચે સામસામે અથડામણમાં 12 લોકોના મોત થયા છે અને સાત…

Road Accident In Odisha:ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.કાલે સાંજે ઓડિશાના ગંજમ જિલ્લામાં બે બસો વચ્ચે સામસામે અથડામણમાં 12 લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. બહેરામપુરના(Road Accident In Odisha) પોલીસ અધિક્ષક સરવણ વિવેક એમ.એ જણાવ્યું છે કે અકસ્માત અહીંથી લગભગ 35 કિમી દૂર બહેરામપુર-તપ્તપાની રોડ પર દિગપહાંડી વિસ્તાર પાસે થયો હતો.

જ્યારે રવિવારે મોડી રાત્રે લગ્નની સરઘસ લઈ જતી બસ બીજી બસ સાથે અથડાઈ હતી. તેઓ બહેરામપુરમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને દિગપહાંડી નજીક ખંડાદેઉલી પરત ફરી રહ્યા હતા.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ કર્મચારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમણે કહ્યું કે ઘાયલ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જે 12 લોકોના જીવ ગયા હતા, તેમાંથી સાત એક જ પરિવારના હતા અને બાકીના તેમના સંબંધીઓ હતા,”

એમ અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાયલોને અહીં MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને દિગપહાંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું, “બે ઘાયલોને બાદમાં કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” દરમિયાન, વિશેષ રાહત આયોગે ઘાયલોની સારવાર માટે પ્રત્યેકને 30,000 રૂપિયા મંજૂર કર્યા છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મોત પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. તમામ ઘાયલોને 3-3 લાખનું વળતર આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *