ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી એક હૈયું હચમચાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના સુંદરપાડા વિસ્તારમાં બે સગીર બાળકોએ મળીને તેમની માતાની હત્યા કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાને દારૂ પીવાની ટેવ હતી અને નશો કરી તે તેના બાળકોને માર મારતી હતી.
પોલીસનું કહેવું છે કે આરોપી બાળકોમાં એકની ઉંમર 12 વર્ષ અને બીજાની ઉંમર 15 વર્ષ છે. બંને બાળકોએ તેમની માતાને પહેલા લોખંડના સળિયાથી માર માર્યો હતો અને ત્યારબાદ તેના ચહેરા પર પોલિથીન બાંધી હતી. આ પછી, ગૂંગળામણથી મહિલાનું મોત નીપજ્યું પોલીસે બાળકોને બાળ સુધારણા ગૃહમાં મોકલી દીધા છે.
પ્રારંભિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલા દારૂ પીધા બાદ તેના બાળકોને માર મારતી હતી. આ કારણે બંને તેનાથી ગુસ્સે થયા હતા. મહિલાએ થોડા વર્ષો પહેલા તેના પતિથી છૂટાછેડા લીધા હતા અને તે બંને બાળકો સાથે રહેતી હતી. મહિલાના ઘણાં બોયફ્રેન્ડ હતા જે ઘણીવાર ઘરે આવતા હતા. બાળકોને આ વસ્તુ યોગ્ય લાગતી ન હતી.
ભુવનેશ્વરના ડીસીપી ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે આ બાળકોની માતા દારૂના નશામાં ઘરે પહોંચી હતી અને કંઇક બાબતે બંને બાળકોને માર માર્યો હતો. ક્રોધિત બાળકોએ તેમની માતા પર હુમલો કર્યો. તેઓએ માતાને લોખંડના સળિયા વડે માર માર્યો હતો અને ત્યારબાદ તેના ચહેરા પર પોલિથીન બાંધી તેની હત્યા કરી હતી.
બાળકો હત્યા કર્યા પછી, માતાના મૃતદેહને બાથરૂમમાં છુપાવી દીધો અને તે તેના પાલતુ કૂતરા સાથે ભાગી ગયા. ત્યારબાદ સવારે તેણે મકાનના સિક્યુરિટી ગાર્ડને ટેલિફોન પર જાણ કરી કે એક વ્યક્તિ તેના ઘરે ઘુસી ગયો હતો અને તેણે તેની માતાની હત્યા કરી દીધી હતી. જ્યારે સુરક્ષા ગાર્ડ અને મકાનના કબજેદારો ત્યાં પહોંચ્યા ત્યારે ફ્લેટ બહારથી બંધ હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે મહિલાનો મૃતદેહ ફ્લેટના બાથરૂમમાંથી બહાર કાઢ્યો હતો. બાળકોએ પહેલા પોલીસને ગેરમાર્ગે દોર્યા, પછી તેઓએ કહ્યું કે માતા અમને દારૂ પી ને મારતી હતી, તેથી અમે તેની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en