મેલીવિદ્યાની શંકા જતા કાપી નાખ્યું કાકીનું ગળું, કાપેલું માથું લઇ પોલીસ સ્ટેશન પહોંચી ગયો યુવક

ઓરિસ્સાના આદિવાસી જિલ્લા મયુરભંજમાં એકવાર ફરી અંધવિશ્વાસએ એક મહિલાનો જીવ લઈ લીધો છે. એક હૈયું હચમચાવી દે તેવી ઘટનામાં એક યુવકે પોતાની કાકીનું ગળું મેલીવિદ્યાની શંકા જતા કાપી નાખ્યું અને કપાયેલું માથું લઇ પોલીસ સ્ટેશન પહોંચી ગયો.

આ દુઃખદાયક હત્યાનો મામલો નૌશી ગામનો છે. જે પોલીસ સ્ટેશનમાં યુવક મહિલાનું કપાયેલું માથું લઈને પહોંચ્યો ત્યાં ખુંટા પોલીસ સ્ટેશન છે. આરોપીની ઓળખ ૨૮ વર્ષીય બુદ્ધિરામ સિંહ તરીકે થઈ છે.

મૃતકની ઓળખ ચંપા સિંહ તરીકે થઈ છે. મૃતક મહિલા પણ આરોપીના ગામમાં જ રહેતી હતી. આરોપી બુદ્ધિ રામની ચાર વર્ષીય દીકરી નું એક રહસ્યમય બીમારીને લીધે મૃત્યુ થઈ ગયું હતું. બુદ્ધિ રામને શંકા હતી કે ચંપાએ મેલી વિદ્યા કરી, જેના લીધે તેની દીકરીનો જીવ ચાલ્યો ગયો.

બદલો લેવા માટે માથું કાપ્યું

ચંપા સાથે બદલો લેવા માટે વ્યક્તિએ એક ધારદાર હથિયાર લઇ તેનું ગળું કાપી નાખ્યું, જેને લીધે ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થઈ ગયું. ગળું કાપ્યા બાદ વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ સામે સરેન્ડર કરી દીધું.

ગમાછામાં બાંધ્યું કપાયેલું માથું, પોલીસ સ્ટેશન પહોંચ્યો વ્યક્તિ

આરોપી ગમાછામાં મહિલાનું માથું કાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, સાથે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયારને પણ તેણે પોલીસને સોંપી દીધું. પોલીસે તે વ્યક્તિને તે સમયે ગિરફ્તાર કરી લીધો જ્યારે તે કપાયેલું માથું લઇ પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *