49 વર્ષની વયે આ ધારાસભ્યએ પાસ કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષા- તેની પાછળનું કારણ જાણીને આંખો ફાટી જશે

Odisha: તમે સાંભળ્યું હશે કે, ભણવા માટે કોઈ ઉંમર હોતી નથી. આ વાત ઓડિશાના શાસક પક્ષ બીજુ જનતા દળના ધારાસભ્ય પૂર્ણ ચંદ્ર સ્વૈને (Purna Chandra Swain) સાબિત કરી છે. હકીકતમાં, 49 વર્ષીય પૂર્ણચંદ્ર સ્વૈને 10 મી બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં તે 68% ગુણ સાથે પાસ થયા હતા. આ ધારાસભ્યએ પરીક્ષા ઓફલાઇન મોડમાં આપી હતી.

કોરોના કાળને કારણે, ઓડિશા માધ્યમિક શિક્ષણ બોર્ડે બાળકો માટે ઓનલાઈન બોર્ડ પરીક્ષાઓ લીધી હતી, જેમાં ધોરણ 10 ના ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ નિષ્ફળ વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાઓ યોજવાની માંગ કરી હતી, ત્યારબાદ બોર્ડે ઓફલાઈન પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો હતો. ગંજામ જિલ્લાના સુરડાના બીજેડી ધારાસભ્ય સ્વૈન પણ આ ઓફલાઇન પરીક્ષામાં હાજર રહ્યા હતા.

બોર્ડની પરીક્ષામાં બીજુ જનતા દળના સુરડા વિધાનસભાના ધારાસભ્ય B-2 ગ્રેડ સાથે પાસ થયા છે. તેને 500 માંથી 340 ગુણ મળ્યા છે. તેને પેઈન્ટિંગમાં 85, હોમ સાયન્સમાં 83, ઓડિયા ભાષામાં 67, સામાજિક વિજ્ઞાનમાં 61 અને અંગ્રેજીમાં 44 ગુણ મેળવ્યા છે. એકંદરે, તેણે બોર્ડની પરીક્ષામાં 68 ટકા માર્ક્સ મેળવ્યા છે. BJD ધારાસભ્યો પરીક્ષા પાસ કર્યા બાદ ચર્ચાનો વિષય બન્યા છે.

જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાના માર્કસથી ખુશ ન હતા. તેવા વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટના રોજ ઓડિશા બોર્ડે તે વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાય હતી. આ ઓફલાઇન પરીક્ષામાં 5223 વિદ્યાર્થીઓ પાસ થયા, જ્યારે 141 નાપાસ થયા. BJD ના ધારાસભ્ય પૂર્ણચંદ્ર સ્વૈન પણ પાસ આઉટ વિદ્યાર્થીઓમાં સામેલ છે.

BJD ધારાસભ્ય પૂર્ણચંદ્ર સ્વૈન ઓડિશાના મજબૂત નેતા છે. તેઓ ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. તેઓએ પહેલા પણ અનેક વખત 10 બોર્ડની પરીક્ષા આપી હતી, પરંતુ તે સમયે તેઓ પાસ થયા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *