જાણો અમદાવાદ અને પુરીની રથયાત્રા વચ્ચે શું આગવું મહત્વ છે? આ અજાણ્યા રહસ્યો જાણી આશ્ચર્ય થશે

આજે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ છે. આજના દિવસે ભગવાન જગન્નાથ ભગવાનની મોટો રથ કાઢવામાં આવે છે. અને લાખો લોકો આ પરમ પવિત્ર દિવસનો લાભ લે છે. ભગવાન જગન્નાથને વિષ્ણુનો દશમો અવતાર કહેવામાં આવે છે, જે 16 કલાઓમાં પરિપૂર્ણ છે. પુરાણોમાં જગન્નાથ ધામનો ઘણો મહિમા વર્ણવ્યો છે, આ ધરતીને વૈકુંઠ પણ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મના પવિત્ર ચાર ધામ બદ્રિનાથ, દ્વારિકા, રામેશ્વરમ અને જગન્નાથ પુરીમાંથી એક છે. અહીં ભગવાન જગન્નાથના મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાની સાથે બિરાજે છે.

અહીંના વિશે એવી ખાસ માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ ભગવાન જગન્નાથના રૂપ છે અને તેમને જગન્નાથ (એટલે કે જગતના નાથ) એટલે સંસારના નાથ તરીકે ઓળખવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળભદ્રજી અને તેમની બહેન સુભદ્રાની પુજા કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની પ્રતિમા જમણી બાજુ સ્થિત છે. વચ્ચે તેમની બહેન સુભદ્રાની પ્રતિમા છે અને ડાબી બાજુ તેમના મોટા ભાઈ બળભદ્રજી (બલરામ) બિરાજે છે.

આ મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહિયાં હવા વિરુદ્ધ જ મંદિરની પ્રતિક્રિયા થાય છે. આ ચમત્કાર પણ કહી શકાય છે. મંદિરની પાસે હવાની દિશા પણ હેરાન કરનાર હોય છે. સૌથી વધુ સમુદ્રી કિનારાથી હવા સમુદ્રથી જમીનની તરફ ચાલે છે, પરંતુ પુરીમાં એવું બિલકુલ નથી, અહીં હવા જમીનથી સમુદ્રની તરફ ચાલે છે અને આ કોઈ રહસ્યથી ઓછું નથી. સામાન્ય દિવસોમાં હવા સમુદ્રથી જમીનની તરફ રહે છે, પરંતુ સાંજના સમયે એવું હોતું નથી.

જગન્નાથ મંદિર 4 લાખ વર્ગફૂટમાં ફેલાયેલું છે અને તેની ઉંચાઈ લગભગ 214 ફૂટ છે. મંદિરની આટલી ઉંચાઈના કારણે પાસે ઉભા રહીને પણ તમે મંદિરનો ગુમ્મટ જોઈ શકતા નથી. મંદિરના મુખ્ય ગુમ્મટનો છાયા પણ દિવસના કોઈ પણ સમયે કોઈને દેખાતી નથી.

જગન્નાથ મંદિરના ઉપર કોઈ પણ પક્ષી આજ દિન સુધી ઉડતું કોઈએ જોયું નથી. મંદિરના શિખરની પાસે પક્ષી અથવા તો કોઈ પણ જીવજંતુ ઉડતું જોવા મળતું નથી. આજસુધી મંદિરની ઉપર એકપણ વિમાન પણ પસાર થયું નથી. એવો દાવો કરવામાં આવે છે કે મંદિરનું રસોઈધર દુનિયાનું સૌથી મોટું રસોઈઘર છે. માન્યતા એવી છે કે કેટલા પણ ભક્તો મંદિરમાં આવી જાય, પરંતુ અન્ના ક્યારેય ખતમ થઈ શકે તેમ નથી. મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કર્યા બાદ મંદિરની અંદર સમુદ્રનો કોઈ પણ અવાજ સાંભળી શકતા નથી, તેના સિવાય મંદિરની ઉપર લાગેલો ધ્વજ પણ હવાની ઉલ્ટી દિશામાં લહેરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *