સુરતમાં યુવાનનું શંકાસ્પદ મોત થતા ડોકટરો પણ ચોંકી ઉઠ્યા- ત્રણ બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

હાલ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. આ દરમિયાન ચોમાસાના પ્રારંભ સાથે જ સુરતના ભેસ્તાનમાંથી એક નવ યુવાનનું શકાસ્પદ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ અચાનક પેટમાં દુ:ખાવો અને ઉલટી થવાના એક કલાકમાં જ ભત્રીજા વિમલનું મોત નીપજ્યું હોવાનું તેના કાકાએ જણાવતા જ ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વિમલ એક અઠવાડિયા પહેલા જ રોજગારીની શોધમાં યુપીથી સુરત આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સુનિલ નિશાદ (મૃતકના કાકા)એ જણાવ્યું હતું કે, વિમલ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. અને વિમલના લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે અને ત્રણ બાળકોનો પિતા હોવાનું જાણવા મળ્યુ છે. તે 13મીએ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. આ દરમિયાન ભેસ્તાન ભગવતી નગરના એક કારખાનામાં TFO મશીન ઓપરેટર તરીકે કામ મળી જતા ખાતામાં જ અન્ય કારીગરો સાથે રહેતો હતો.

જાણવા મળ્યું છે કે, 22 તારીખે સવારે વિમલને ચાલુ નોકરી પર પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી વતનવાસીઓ તેને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી નોકરી પર આવેલા વિમલે ખાતામાં કામ કરી રાત્રીના ભોજન બાદ સુઈ ગયો હતો. વહેલી સવારે પેટમાં અસહ્ય દુ:ખાવો અને ઉલટીને લઈ બુમાબુમ કરતા વિમલને જોઈને તમામ રૂમ પાર્ટનર ઉંઘમાંથી જાગી ગયા હતા.

દવા લીધા બાદ આરામ મળતા વિમલ સુઈ ગયો હતો અને લગભગ સાડા ચાર વાગે કોઈ હલન ચલન ન થતા એ મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. સવાર પડતા જ 108માં ફોન કરી વિમલને સુરત સિવિલ લઈ આવ્યા હતા જ્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવાર વતનમાં રહેતું હોવાથી વિમલની અંતિમવિધિ વતનમાં કરવા મૃતદેહ વતન લઈ જવાની કાકાએ માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *