સુરત ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર “વોટની ભીખ માંગવા આવવું નહિ, તમે પણ રોડની જેમ ખાડે ગયા છો”

સુરત શહેરમાં સોનિફળિયા બાદ હવે ગોપીપુરા વિસ્તારમાં મોટી છીપવાડમાં રહીશોએ મહાનગર પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે. ભાજપનો ગઢ ગણાતું ગોપીપુરામાં સ્થાનિક રહીશો દ્વારા ભાજપના…

સુરત શહેરમાં સોનિફળિયા બાદ હવે ગોપીપુરા વિસ્તારમાં મોટી છીપવાડમાં રહીશોએ મહાનગર પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે. ભાજપનો ગઢ ગણાતું ગોપીપુરામાં સ્થાનિક રહીશો દ્વારા ભાજપના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં ભાજપના ૪ કોર્પોરેટરના ફોટો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં લખ્યું છે કે, હવે વોટની ભીખ માંગવા આવવું નહીં.

જોવા જઈએ તો એક દિવસ અગાઉ જ ભાજપમાં વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયા અને દક્ષિણ ઝોન સંગઠન મંત્રીશ્રી રામભાઈ ધડુકની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

જોવા જઈએ તો છેલ્લા 4 મહિનાથી રોડ બન્યો નથી, જેથી કોર્પોરેટર પણ રોડની જેમ જ ખાડે ગયા છે. ત્યાના રહેવાસીઓએ જણાવતા કહ્યું છે કે, લગભગ છેલ્લા ૪ મહિનાથી અમારા દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ વિસ્તારમાં પડી રહેલી હાલાકીને જાણી તો ગયા છે પરંતુ તેમને દુર કરવા માટે હજુ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. હમણાં જ ચોમાસું આવી રહ્યું છે તેવામાં રોડની ખરાબ હાલત લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

જોવા જઈએ તો આ વાત ફક્ત એક જ વિસ્તારની નથી પરંતુ શહેરના બીજા અન્ય આંતરિક રસ્તાઓ અને મુખ્ય માર્ગોની પણ આ જ હાલત છે. જયારે વહીવટી તંત્રએ કહ્યું છે કે આ વર્ષે કોરોનાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે પ્રિમોન્સૂન કામગીરી પર ધ્યાન આપી શકાયું નથી. જેને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હવે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી લોકોની ફરિયાદને ધ્યાને લઈને તેમના પર કામ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *