લાંચિયા બાબુઓ ક્યારે અટકશે? ભરૂચમાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો અધિકારી 1.5 લાખની લાંચ લેતો રંગેહાથે ઝડપાયો

Bharuch Bribe News: ભરૂચમાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો એક અધિકારી માત્ર દોઢ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાય ગયો હતો. એસીબીએ બાતમીના(Bharuch Bribe News) આધારે છટકું ગોઠવીને અધિકારીને દબોચી લીધો હતો. અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

* નવી ફેક્ટરીની ફાઇલની મંજૂરી માટે પૈસા માંગ્યા, ભરૂચ કચેરીમાં છટકું

* મંજૂરીની ફાઇલમાં ક્ષતિઓ કાઢી લાંચ માગતા ફરિયાદ થઇ હતી..

મળતી માહિતી અનુસાર ભરૂચમાં નવી ફેક્ટરી નાંખવાની હોવાથી એક શખ્સે ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં પોતાની નવી ફેક્ટરીના પ્લાનના નકશા તેમજ જરૂરી દસ્તાવેજો સહિતના ફોર્મા મુજબની અરજી કરવામાં આવી હતી. જે અરજી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જીગર જગદિશચંદ્ર પટેલ પાસે ગઇ હતી. જેમાં તેણે કેટલીંક ક્ષતિઓ હોવાનું જણાવ્યું હતું. જો કે ફાઈલમાં રહેલી કેટલીક ભૂલો સુધારવા અને ફાઈલ પાસ કરવવા માટે અધિકારીએ 1.25 લાખની લાંચ માંગી હતી. જો કે સમયસુચકતા અને બુદ્ધી વાપરીને એ ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

જે બાદ એસીબી પીઆઇ આર. કે.સોલંકી તેમજ તેમની ટીમે ગુરૂવારે છટકું ગોઠવવાનું નક્કી કર્યું હતું. ટીમે શખ્સને લાંચ માટેના 1.25 લાખ રૂપિયા પણ આપ્યાં હતાં. જે રૂપિયા લેવા માટે ડેપ્યુટી ડિરેક્ટર જીગર પટેલે પોતાના ચેમ્બરમાં બોલાવતાં શખ્સે ત્યાં જઇને રૂપિયા તેમને આપતાં તે તેમણે સ્વિકારતા જ ટીમે રેડ પાડી તેમને રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં. તમને જણાવી દઈએ કે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જીગર જગદિશચંદ્ર પટેલની માસિક આવક 80 હજાર આસપાસ છે. પરંતુ માત્ર અધધ 1.25 લાખની લાંચની માંગણી કરી હતી.

ભરૂચમાં બે વર્ષથી ફરજ બજાવતાં હતાં‎
લાંચ લેવામાં ઝડપાયેલાં અધિકારી જીગર જગદિશચંદ્ર‎ પટેલ છેલ્લાં બે વર્ષથી ભરૂચની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ‎વિભાગમાં મદદનીશ નિયામક તરીકે વર્ગ-2ના અધિકારી તરીકે ‎ફરજ બજાવતાં હતાં. જ્યારે તેઓ હાલમાં ભરૂચના ભોલાવમાં‎ આવેલી અવધૂતનગર-2માં મકાન નંબર 26 માં રહેતાં હતાં. જોકે, તે‎મકાન ભાડેથી હતું કે કેમ તેની વિગતો મળી નથી.‎