ડિપ્રેશનથી પીડાઈ રહેલો એક વ્યક્તિ સુજીત અધિકારી શનિવારના રોજ સવારે કોલકાતા(Kolkata)માં ન્યુરોસાયન્સ(Neuroscience)ની સંસ્થાના આઠમાં માળથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી રાતે 8 વાગ્યાની આજુબાજુ તેનું મોત નીપજ્યું હતું. આ અગાઉ શનિવારના રોજ સવારે અધિકારી સુજીત હોસ્પિટલના રૂમની બારીમાં થઈ કોર્નિસ પર બેસી ગયો હતો. તેને બચાવવા માટે રાજ્યના ફાયર સર્વિસ કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કોશિશ નિષ્ફળ રહી હતી, કેમ કે તે અગાઉ જ તે આઠમાં માળથી કૂદી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વધારે પડતું લોહી વહી જવાને કારણે અધિકારીને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે, તમામ કોશિશ નિષ્ફળ સાબિત થઇ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અધિકારીની પત્નીનું એક મહિના અગાઉ કેન્સરના કારણે મોત થયું હતું અને ત્યારથી તે તણાવમાં આવી ગયો હતો અને વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરવા લાગ્યો હતો. તેની તમામ બચત તેની પત્નીની સારવાર પાછળ વપરાઈ ગઈ હતી અને તેની વધુ સારવાર કરવા માટે તેણે પૈસા પણ ઉધાર લેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારી પોતે એપિલેપ્ટિકના દર્દી હતો. તે 23 જૂનના રોજ એપિલેપ્ટિક હુમલા પછી શૌચાલયમાં પડી ગયો હતા. જે પછી તેને ન્યુરોસાયન્સની સંસ્થામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો અને શનિવારના રોજ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અધિકારી બારીમાં થઈ કોર્નિસ પર જઈને બેસી ગયો હતો.
હોસ્પિટલના અધિકારીઓએ જ્યારે સમય સવારે 10 વાગે જણાવ્યા, ત્યારે કેટલાક પ્રત્યક્ષદર્શિઓએ જણાવતા કહ્યું હતું કે, તેને પહેલીવાર સવારે 8 વાગ્યા આજુ બાજુ કોર્નિસ પર જોવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને આંખે જોનારા લોકો જો સાચા છે તો સવાલ ઉભા થઈ રહ્યા છે કે ફાયર વિભાગના કર્મચારીઓને સ્થળ પર પહોંચવામાં બે કલાક શા માટે લાગ્યા. પશ્ચિમ બંગાળના ફાયર મિનિસ્ટર સુજીત બસુએ જણાવતા કહ્યું હતું કે, આ ઘટનાને લઈને વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.