Momos Viral Video: સોશિયલ મીડિયા પર ક્યારેય શું વાયરલ થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. ખાસ કરીને ખાવાની વાનગીઓના નામે વિચિત્ર જાતના પ્રયોગો લોકો (Momos Viral Video) કરતા હોય છે. હાલમાં જ ફ્રુટ મોમોસ ને લઈને એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ફેરીઓ પનીર મોમોસને ફળ અને ચીઝ સાથે મિક્સ કરી એક વિચિત્ર ડિશ તૈયાર કરી રહ્યો છે. આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા યુઝ ર રહ્યા છે અને તેને લઈને જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
દિલ્હીની ગલીઓમાં દરેક ખૂણે તમને લોકો મોમોસના શોખીન મળી જશે. પરંતુ હાલમાં જ એક વિચિત્ર પ્રકારની વેરાઈટી સામે આવી છે-ફ્રુટ મોમોસ. આ નવી ડીશ ની કિંમત 170 રૂપિયા છે અને ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.
Instagram ઉપર@raelfoodler નામના આઈડી પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક રોડ ઉપર લારી લઈને ઉભેલો એક વિચિત્ર ડિશ બનાવતો દેખાઈ રહ્યો છે. સૌથી પહેલા તે કાપેલા ફળોને તવામાં નાખે છે પછી દૂધ ક્રીમ મીઠું મરી પાવડર વગેરે વસ્તુઓ નાખે છે. ત્યારબાદ તે તળેલા પનીર મોમોસ નાખે છે અને બીજ સર્વ કરે છે. તે વીડિયોમાં એવું પણ કહી રહ્યો છે કે હા મોમોસ આખા દિલ્હીમાં તમને મારા સિવાય બીજે ક્યાંય નહીં મળે. વળી તે વધુમાં કહે છે કે આ જીમ જતા લોકો માટે ખૂબ ફાયદાકારક છે.
View this post on Instagram
મારી શક્તિઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે
વિડીયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર જાત ભાતના રિએક્શન આવી રહ્યા છે. જ્યારે લખ્યું કે ભાઈ આમાં તું ગન પાવડર નાખવાનું ભૂલી ગયો છે. વળી કોઈએ લખ્યું કે મોમોસ પણ કહી રહ્યા હશે કે મારી શક્તિઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.
તો અન્ય એક લખે છે કે ટ્રાય મોમોસ જિમ જનારા લોકો માટે છે ભાઈ હું રોજ ખાઈને બોડી બનાવીશ.
ફ્રુટ મોમોસની આ અનોખી રેસીપી ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી છે. લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે કે આખરે આ ગજબ ડીશનો સ્વાદ કેવો હશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App