ભારત દેશનાં ઉત્તર પ્રદેશ રાજ્યનાં શાહજહાંપુરમાં ટ્રેનથી કપાઈ જવાથી એક યુવકનું દર્દનાક મૃત્યુ થયાનો બનાવ બહાર આવ્યો હતો. ટ્રેનથી કપાઈ જવાથી એનાં શરીરનાં 2 ભાગ થયા હતા. તેમ છતાં પણ તે એ કહતો હતો કે, આની પાછળ કોઈની ભૂલ નથી.
આશરે બારથી તેર કલાક સુધી મૃત્યુ સામે જંગ લડતા લડતા યુવક જિંદગીની જંગમાં હારી ગયો હતો. સારવારમાં એનું મૃત્યુ થયું હતું. મળેલ માહિતી મુજબ આ બનાવ રૌજા વિસ્તારમાં સોમવારનાં રોજ સવારે આશરે 10 વાગ્યાનો છે. હથોડા ગામનો 19 વર્ષીય રહેતો રહેવાસી હર્ષવર્ધન તેની માતા પાસેથી રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયો હતો. પણ એનાં પરિવારને પુત્રની ટ્રેનથી કપાવાનાં મૃત્યુ થયા હોવાના સમાચાર મળ્યા હતા. રેલવે ટ્રેક ઉપર યુવક ટ્રેનની રાહ જોતો હતો.
જયારે ટ્રેન આવી યુવક તાત્કાલિક જ રેલવેનાં પાટા ઉપર સુઈ ગયો. ટ્રેન યુવક પરથી પસાર થઈ હતી. જેનાં લીધે યુવકનાં શરીરનાં 2 ભાગ થયા હતા. એમાં કમરની નીચેનો ભાગ કપાઈને પાટા પર પડી ગયો હતો. જ્યારે ઉપરનો ભાગ ઉછળીને પાસેનાં નાળામાં પડ્યો હતો. યુવકનું શરીર 2 ભાગમાં વહેંચાઇ ગયું હતું.
તેમ છતાં નાળામાં પડ્યો હતો. જાણે એને કંઈ થયું જ નથી. પણ થોડા દૂર એનાં કમરથી નીચેનો ભાગ કપાઈ ગયેલો પડ્યો હતો. આમ છતાં પણ યુવક બોલતો હતો કે, આમાં કોઈની ભૂલ નથી. બનાવ પછી ત્યાંના સ્થાનિક લોકોએ શરીરનાં બન્ને ભાગોને લઈને મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. આશરે 12થી 13 કલાક સુધી સારવાર ચાલુ હતી પછી યુવક દ્વારા દમ તોડવામાં આવ્યો હતો. એ પછી યુવકનાં બન્ને પગને પરિવારને સોંપ્યો હતા. એનાં પરિવાર સભ્યો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મળેલ માહિતી મુજબ મેડિકલ કોલેજનાં પીઆરઓ પૂજા પાંડેનાં જણાવ્યા મુજબ સોમવારનાં રોજ સવારે લગભગ 10 વાગ્યે એક યુવક તેની જાતે જ ટ્રેનની નીચે આવીને કપાઈ ગયો હતો.
જેને મેડિકલ કોલેજ લાવ્યા હતો. જ્યાં ઘણા ડોક્ટરો એની સારવારમાં જોડાઈ ગયા હતા. પણ યુવકની કમરથી નીચેનો ભાગ એકદમ જુદો થઈ ગયો હતો. આ લીધે એનાં શરીરમાંથી લોહી વહી ગયું હતું. આમ એનું મૃત્યુ થયું હતું. આશરે સોમવારનાં રોજ રાત્રે 11.50 વાગ્યે સારવારમાં યુવકનું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle