અત્યંત ખતરનાક ઓમિક્રોનને લઈને WHOની મોટી ચેતવણીથી વિશ્વભરમાં મચ્યો ખળભળાટ

સમગ્ર વિશ્વમાં કોરોના(Corona) વાયરસના ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા(Delta) સ્ટ્રેઈન કરતાં ઓછું ગંભીર હોવાનું નોંધાયું છે, જેના કારણે વિશ્વભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) એ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. WHO એ ગુરુવારે કહ્યું કે ઓમિક્રોનને કારને વિશ્વભરમાં કેટલાય લોકો મૃત્યુ પામી રહ્યા છે. જેથી કરીને ઓમિક્રોનને હળવાશથી ન લેવો જોઈએ.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે(Tedros adhanom ghebreyesus) જણાવ્યું હતું કે, રેકોર્ડ સંખ્યામાં લોકો નવા પ્રકારનો શિકાર બની રહ્યા છે. ઘણા દેશોમાં તેની ગતિ ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપી છે. એટલે કે હોસ્પિટલો ઝડપથી ભરાઈ રહી છે.

ટેડ્રોસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછો ગંભીર જણાય છે, ખાસ કરીને જે લોકોને રસી આપવામાં આવી છે. જો કે, આનો અર્થ એ નથી કે તે આ ઓમિક્રોન વેરિઅન્ટને હળવાશથી લઇ લે.”

તેણે સ્પષ્ટતા કરી કે, “અગાઉના વેરિઅન્ટ્સની જેમ, ઓમિક્રોન લોકોને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો છે અને તે લોકોને મોત તરફ ધકેલી રહ્યો છે.” તેમણે કહ્યું, “હકીકતમાં, કેસોની સુનામી એટલી મોટી અને ઝડપી છે કે તે વિશ્વભરની સ્વાસ્થય વ્યવસ્થાઓ પર અસર કરી રહી છે.

WHO દ્વારા વૈશ્વિક સ્તરે જારી કરાયેલા કોવિડ-19ના ડેટા અનુસાર, 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન, પાછલા સપ્તાહની તુલનામાં સંક્રમણના નવા કેસોમાં 71 ટકાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *