ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના ધીમે ધીમે માથું ઉંચી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના વધુ 394 કેસ નોંધાતા સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઈ છે. અમદાવાદ(Ahmedabad)માં સૌથી વધુ 182 કોરોના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થય ગયું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકો કોરોના સામે સાજા થયા છે જ્યારે ખેડાના 1 દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. કોરોનાના એક્ટિવ કેસોમાં પણ દિવસેને દિવસે મોટો વધારો જોવા મળી રહ્યો છે. કેટલાય દિવસ બાદ 1420 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલમાં 16 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી 10,115 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. તો 8,18,422 દર્દીઓ કોરોના સામેની જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ શહેર 178 કેસ, સુરત શહેર 52 કેસ, રાજકોટ શહેર 35 કેસ, વડોદરા શહેર 34 કેસ, આણંદ 12 કેસ, નવસારી 10 કેસ, સુરત 9 કેસ, ગાંધીનગર 7 કેસ, જામનગર શહેર 7 કેસ, ખેડા 7 કેસ, વલસાડ 7 કેસ, કચ્છ 5 કેસ, અમદાવાદ 4 કેસ, ભરુચ 3 કેસ, ગાંધીનગર શહેર 3 કેસ, દ્વારકા 2 કેસ, જૂનાગઢ શહેર 2 કેસ, મહિસાગર 2 કેસ, મોરબી 2 કેસ, રાજકોટ 2 કેસ, સાબરકાંઠા 2 કેસ, અમરેલી , બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર શહેર, ગીરસોમનાથ, પંચમહાલ, પોરબંદર, તાપી અને વડોદરામાં 1-1 કોરોનાનો કેસ નોંધાયા છે.
કયા જિલ્લામાં કેસ નથી નોંધાયા?
રાજ્યના અરવલ્લી, બોટાદ, છોડા ઉદેપુર, દાહોદ, ડાંગ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
કોરોનાની સાથે સાથે ઓમિક્રોન વધી રહ્યો છે આગળ:
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. જો જિલ્લા મુજબ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 2 ઓમિક્રોનના કેસ, વડોદરામાં 1 ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં 1 ઓમિક્રોનનો કેસ, પોરબંદરમાં 1 ઓમિક્રોન કેસ નોંધાતા રાજ્યમાં હવે કુલ આંકડો 78 સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 78માંથી 24 દર્દીઓ સાજા થઈ ને ઘરે પરત ફર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.