દેશમાં અને વિદેશમાં નવા કોરોના(Corona) સંક્રમણ ઓમિક્રોન(Omicron)નું જોખમ વધી રહ્યું છે. વધતા જતા મામલાઓને જોતા દેશના ઘણા રાજ્યોમાં ક્રિસમસ(Christmas) અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ 400ને વટાવી ગયા છે. તેને જોતા 25 ડિસેમ્બરથી નવા વર્ષ સુધી સરકારોએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. રાજ્યોએ વિવિધ નિયંત્રણો લાદ્યા છે. મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ નાઈટ કર્ફ્યુ(Night curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ગુજરાતમાં પણ ઘણા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
ગુજરાતના રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર:
ગુજરાતમાં કોરોના કેસોમાં દિવસેને દિવસે વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુંના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહાનગર પાલિકાના વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કરીને રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ પહેલા સરકારની ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 થી 5 હતો. જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં લાગ્યા કડક નિયંત્રણો:
શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 20 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા, સરોજિની નગર માર્કેટમાં દુકાનો અને શેરી વિક્રેતાઓએ 25 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરે ઓડ-ઇવન પદ્ધતિનું પાલન કરવું પડશે. દિલ્હી સરકારે આ અંગે માહિતી આપી છે.
હરિયાણામાં આજથી નાઇટ કર્ફ્યુ લાગુ:
કોરોના વાયરસના ઓમાઈક્રોન સ્વભાવને ધ્યાનમાં રાખીને, હરિયાણા સરકારે શુક્રવારે નાઇટ કર્ફ્યુ લાદવાનો અને સંક્રમણ ફેલાવાને રોકવા માટે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવશે.
છત્તીસગઢઃ ઓમિક્રોનનું નિવારણ, 50 ટકા લોકો નવા વર્ષની ઉજવણીમાં ભાગ લઈ શકશે
છત્તીસગઢ સરકારે રાજ્યમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનને રોકવા માટે માત્ર 50 ટકા લોકોને ધાર્મિક અને સામાજિક તહેવારો અને નવા વર્ષના કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રમાં નવોદય શાળાના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત:
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. જિલ્લાના પારનેર તાલુકામાં ટાકલી ઢોકેશ્વર ગામમાં આવેલી નિવાસી શાળા નવોદય વિદ્યાલય નેટવર્કનો એક ભાગ છે, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. શાળામાં ધોરણ 5 થી 12 સુધીના 400 થી વધુ વિદ્યાર્થીઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.