સેનામાં ભરતી થઈને વગર પગારે કામ કરવા તૈયાર થયો ગુજરાતી યુવાન- જુઓ લોહીથી કોને લખ્યો પત્ર?

ગુજરાત(Gujarat): ભારતીય સેના(Indian Army)માં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath scheme)નો દેશભરના હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સરકારી મિલકતોને પણ…

ગુજરાત(Gujarat): ભારતીય સેના(Indian Army)માં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath scheme)નો દેશભરના હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સરકારી મિલકતોને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે સરકારની યોજનાના સમર્થનમાં ભાવનગર(Bhavnagar) જિલ્લાના ટીમાણા(Timana) ગામના અને હાલ દયાપર(Dayapar)માં રહેતા 23 વર્ષીય યુવકે પોતાના લોહીથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રીને લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશની સેવા અને રક્ષા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સાથે જ આ યુવક દ્વારા સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા વિધાર્થીઓને પણ હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરવામાં આવી છે.

મૂળ નાનકડા ટીમાણા ગામના વતની દીપક ડાંગરે જણાવતા કહ્યું હતું કે, હાલ હું કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યો છે. દેશદાઝની ભાવના મેં બાળપણથી જ માતા-પિતા પાસેથી મેળવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા ટીમાણા ગામના 20 જેટલા યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

યુવકે 1 બોટલ લોહી એકઠું કર્યું:
દીપક ડાંગરે દયાપરના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પોતાનું લોહી બોટલમાં ભેગું કરીને પત્રમાં રક્તથી લખાણ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, સેનામાં તક મળશે તો નોકરી શરૂ કરવાથી પૂરી થાય ત્યાં સુધી એકપણ રૂપિયાનું વેતન લીધા વિના દેશ માટે સેવા કરીશ.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અગ્નિપથ યોજનાને લઈને દેશમાં વિરોધના નામે સરકારી સંપત્તિને નુકસાન પહોચાડવામાં આવી રહ્યું છે. સાથે આ યુવકે લખ્યું હતું કે, યુવાનો જે દેશની જાહેર સંપત્તિને નુકસાન પહોચાડે છે તે યુવાનોના વિરુદ્ધમાં છું, કેમ કે સૈનિક દેશનું રક્ષણ કરે છે, દેશને નુકસાન નથી પહોચાડતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *