ભારતમાં ઓમિક્રોનનો અજગરી ભરડો, એક જ દિવસમાં સામે આવ્યા જથ્થાબંધ કેસો- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશે

કોરોના(Corona)નો વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક દિવસમાં 412 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 1200ની નજીક પહોંચી ગઈ છે. ઓમિક્રોનના કારણે દેશમાં કોરોના કેસની ઝડપ ત્રીજી લહેર તરફ ઝડપથી વધી રહી છે. જો કે સરકાર તરફથી ત્રીજી લહેર(Third wave)ની સંભાવનાને જોતા તમામ તૈયારીઓ આગોતરી કરવામાં આવી રહી છે. દિલ્હી(Delhi) અને મહારાષ્ટ્ર(Maharashtra)માં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોન છેલ્લા 28 દિવસમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચ્યું છે. ગઈ કાલે પંજાબ અને બિહારમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.

જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *